ધ્વજવંદન ઉજવણી
શ્રી આદિપુર ગ્રુપ કન્યા શાળામાં આજ રોજ ૨૬/જાન્યુઆરી-૨૦૧૩
પ્રજાસત્તાક દિનની ધામ-ધૂમ ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે ધ્વજારોહણ પતંજલિ યોગ સમિતિ-કચ્છ ના પ્રભારી શ્રી
ભરતભાઈ કાકુભાઈ રૂપારેલ ના હસ્તે થયેલ, અતિથી વિશેષ તરીકે શ્રી કાનજીભાઈ
માલી તથા શ્રી પ્રેમભાઈ લાલવાણી ઉપસ્થિત રહેલ.
ભરતભાઈ રૂપારેલ દ્વારા
પ્રજાસત્તાક દિન નું વિશેષ મહત્વ રજુ કરવામાં આવ્યું તથા અન્ય વક્તાઓ દ્વારા
પ્રાસંગિક ઉદબોધન થયેલ. ધ્વજવંદન વિધિ
પૂર્ણ થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત શ્રી આદિપુર કન્યા શાળાની બાલિકાઓએ ગણેશ
સ્તુતિ રજુ કરેલ. ત્યારબાદ હિન્દી શાળાની બાલિકાઓ દ્વારા દેશભક્તિ ગીત રજુ
થયેલ તથા કુમાર શાળાના બાળકો દ્વારા પીરામીડો રજુ થયેલ, દાતાઓ દ્વારા બાળકોને ઇનામ
આપવામાં આવ્યા. તથા પ્રસાદ વિતરણ થયેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા
માટે SMC –આદિપુર કન્યા શાળાના શ્રી મતિ લવીનાબેન અશોકભાઈ રાવલ તથા વાલી મંડળ તથા SMC સભ્યો શ્રી અશોકભાઈ રાવલ,
નારણભાઈ લોચા, દાઉદભાઈ સંઘાર વગેરેએ જહેમત ઉઠાવેલ. જેમાં મુકેશભાઈ પટેલ, એ.ટી.જાડેજા,
નીતેશ વ્યાસે યોગદાન આપ્યું. સ્ટેજ સંચાલન શ્રી ગોવિંદભાઈ તિવારી દ્વારા થયેલ.
કાર્યક્રમનું આયોજન અને સમગ્ર સંચાલન ગ્રુપ શાળા આચાર્ય શ્રી વી.કે.મેવાડા
દ્વારા થયેલ.