Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Saturday, March 26, 2011

મેકોલેની શિક્ષણનીતિ


મેકોલેની શિક્ષણનીતિ હજુ કેમ ચાલુ છે ?
૧૮૩૪ માં મેકોલે નામના એક અંગ્રેજ જે ભારતીય પ્રજાને હમેશા ગુલામ રાખવા તથા બીજાની આખે જોવાની નીતિ હમેશાં અંગ્રેજ ગયા પછી પણ ભારતમાં ચાલુ રહે તેવું ચિંતન કરતો રહેતો હતો , ભારે વિરોધ વચે તેની બનાવેલી નીતિ બ્રિટીશ કંપની સરકારે ભારતમાં દાખલ કરી જેના પરિણામો મેકોલે નીચે મુજબ ઇચ્છતો હતો :-

  • (૧) ભારતનું સાસ્કૃતિક પતન થાય ,
  • (૨) દરેક બાબતમાં ભારતીય માનસ હમેસા અંગ્રેજોનું ગુલામ રહે,
  • (૩) પોતાનાં વિચારોથી ભારતમાં એક અંગ્રેજોની દ્રષ્ટિથી વિચારતો વર્ગ તૈયાર થાય

મેકોલેની શિક્ષણનીતિનો અમલ થતા ......
  • ૧) ભારતીય ગુરુકુલ પરંપરાને ભારે ફટકો પડ્યો....
  • ૨) કારકુન તૈયાર કરવાના કારખાના શાળાઓ મહાવિદ્યાલયો બની ગયાં.
  • ૩) માત્ર અંગ્રેજ અને પશ્ચીમી નીતિ ને યોગ્ય ઠેરવતા પાઠો અભ્યાસમાં દાખલ કરાયા .....
  • ૪) શાળાઓનો સમય દિવસનો કરાયો ઇગ્લેન્ડમાં હતો તે મુજબ.
  • ૫) ઈગ્લેન્ડ:ભારત બંનેની પર્યાવરણીય પરિસ્થિતિનો પણ વિચાર થયા વિના
  • ૬) ૧૧ થી ૫ ની તમામ સરકારી ઓફિસો કરી દેવાઈ તે મુજબ શાળાને પણ એક સરકારી ઓફીસ માત્ર સમજીને તેનો સમય પણ ૧૧ થી ૫ નો કરી દેવાયો એક વિધિની વિચિત્રતા સમજો કે , આજે પણ આઝાદ ભારતમાં એજ ચાલુ છે.

શિક્ષણનીતિમાં શા માટે પરિવર્તન શા માટે નથી કરાતું ?
            સવારને કોઈ પણ વ્યક્તિનું મગજ નવા વિચારો પ્રાપ્ત કરવા અને નવું કામ કરવા તાજું હોય છે, ૧૧ વાગ્યે શાળા શરુ થાય ત્યાં સુધી તો અનેક પ્રકારના ભુંસા મગજમાં ભરાઈ જતાં હોય છે...તેથી આગળ શિક્ષણ કાર્ય માત્ર યંત્રવત બની જાય છે...શા માટે નીતિ નિર્માતાઓ આ બાબતને નજર અંદાજ કરે છે ?  ક્યા સુધી આ ચાલશે ?
અગ્રેજોની શિક્ષણનીતી ચાલુ રહી તેનાં કારણો .....
  • ૧) ૧૯૬૧ બાદ ચાણક્ય નું અર્થ શાસ્ત્ર અપ્રકટ હતું , જો મહાત્મા ગાંધીજી અને પંડિત નહેરુને ચાણક્ય નીતિ ની પૂર્ણ માહિતી મળી ગઈ હોત તો ભારત વહેલું આઝાદ થઇ ગયું હોત ...વિધિ ની ઈચ્છા તેમ ન થયું , તો હવે તો સમજીએ કે નીતિ નિર્ધારણ કરાવામાં થાપ ના ખાઈએ....
  • ૨) હવે થોડો પણ સમય બરબાદ કર્યા વિના શિક્ષણનીતીમાં આમુલ પરિવર્તન જરુરીજ નહિ પણ અનિવાર્ય છે... જો ભારતને વિશ્વ ગુરુ ના સ્થાને પ્રસ્થાપિત કરવું હશે તો આમ કરવું જરૂરી બની રહેશે ...

No comments: