Showing posts with label EDUCATION POLICY. Show all posts
Showing posts with label EDUCATION POLICY. Show all posts
Wednesday, August 8, 2012
Saturday, August 4, 2012
Thursday, July 19, 2012
આમૂલ-ચૂલ પરિવર્તન
હાલે શિક્ષણમાં આમૂલ-ચૂલ પરિવર્તન માટે ચર્ચા અને ચિંતન ચાલી રહેલ છે, નીતિનીર્માતો પાશે -ગાઈડલાઈન અને સુજ-સમજ શક્તિમાં ક્યાંક કચાસ જોવા મળી રહેલ છે, અમૂક ,તમુક પરિપત્રો , ઠરાવો, નિયમો ના ગુંચવાડા માં પડી જવાને કારણે નિર્ણય શક્તિ ક્ષીણ થઇ ગઈ છે. આદરણીય સૌ શિક્ષણ કારો અને વહીવટદારો આપ સૌ એ બાબતે અવશ્ય ચિંતન કરશો કે, શિક્ષણનો અધિકાર એક સંવિધાન સુધારા અને એક કાનુન દ્વારા નવો લાગુ થયેલ છે, તે સારી રીતે લાગુ કરવા માટે નવેસર થી એકડે એક થી વિચારવું પડશે...કોઈ પગલું લેવાય તે પારદર્શી હશે , હિમત ભરેલું તથા ઈગો એક બાજુ રાખી ને તથા શિક્ષણ અને દેશ ના લાંબા ગાળાના હિતમાં લીધેલું હશે. ...તો અવશ્ય નવી દિશા સફળતા માટે ખોલશે......હાલે એવો સમય છે જેમાં પારદર્શી અને સ્પષ્ટ કાર્ય અને નીતીનીર્ધારણની તાતી જરૂરત છે...ગોળ-ગોળ અધકચરું-અધૂરું -ભેળસેળિયું હશે તેવું કાર્ય અને નિર્ણય -વિચાર બિલકુલ નહિ ચાલે...નીતિ નિર્માતાઓ ને એક એ પણ સલાહ છે...કે, જો નીતિ નિર્ધારણ ન કરી શકતા હો તો , આપે બીજા મિત્રો ને મોકો આપવો જોઈએ...અમૂક -તમુક પદ પર વર્ષો સુધી પથ્થરની જેમ ન વળગ્યા રહેવું જોઈએ. આ નીતિ ધારકો પૂજ્ય રવિશંકર મહારાજ નું આપણા રાજ્ય ગુજરાત ના ઉદ્ઘાટન વખતે આપેલું પ્રાસંગીગ પ્રવચન વાંચવું જોઈએ.....તે આજે કેટલું પ્રાસંગિક છે..તેનો ખ્યાલ આવશે....સફળતા નિષ્ફળતાની ચાવી છે, એક ભૂલ કઇક શીખીએ -એને વાગોળીએ નહિ , વીજળી ના શોધક ને યાદ કરો ...તેમને કેટલા પ્રયાશો બાદ જગતમાં ચમત્કાર સર્જાયો....મહાન શિક્ષણકારો , અનુભવીઓ, નવયુવાનો સૌને સાથી રાખી નિરપેક્ષ ભાવથી આગળ વધીએ તો, આપણા માટે સોનેરી સૂરજ ઉગે ,
તાત્કાલિક જરૂરી:-
તાત્કાલિક જરૂરી:-
- આચાર્ય ભરતી(પ્રમોશન) :-
- પહેલા ના નિયમ મુજબ, ક્યાય નિયમ નથી, એમ ન થાય , એમ કેમ થાય, આમજ થાય . વગેરે દ્વદ્વ માં તંત્રે અટવાયા વગર આ ભરતી કરી દેવી જોઈએ...કારણ કે , આને કોઈ કોર્ટ પણ અટકાવશે નહિ .
- પારદર્શી નિયમો બહાર પાડી ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ થાય એ રાષ્ટ્ર ,સમાજ, શિક્ષણ અને ગરીબ બાળક ના હિતમાં હશે.
- શિક્ષક તરીકે ૯-કે તેથી વધુ વર્ષ થયા હોય , તેને ૨૦ -વર્ષ નો ગ્રેડ આપી શકાય , ૨૦- કે તેથી વધુ વર્ષ થયા હોય તેને ક્લાસ-૨ નો ગ્રેડ આપી સહાય ...
- આચાર્ય ને શાળાનો સમય , ટાઈમ -ટેબલ , પાઠ્યક્રમ આયોજન, શાળા કેલેન્ડર, રજા નિર્ધારિત , મેડીકલ રજા શિક્ષક ની મજુર કરવાનો અધિકાર મળે ...
- શિક્ષકશ્રીઓની સર્વિસ બૂક ભરવાનો અધિકાર મળે,
- રાઈટ ટૂ એજ્યુકેશન મુજબ કામચલાઉ શિક્ષકો ની ઘટ હોય તો પાર્ટ ટાઈમ શિક્ષકો રાખી પગાર ચૂકવી શકે તેવો અધિકાર મળે...
- આચાર્ય ને ૧-કલાર્ક અને ૧-પટ્ટાવાળા , ૧-શિક્ષક મદત માટે મળે ...
- આચાર્ય ને નેટ કનેક્શન, લેપટોપ, સ્કેનર મળે,
- આચાર્ય તરીકે નું વિવેક થી ઉપયોગ કરવા માટે નું ભથ્થું મળે, જે બિન-ઓડીત પાત્ર હોય ...
- વિદ્યાર્થીઓના વાલી શિવાય ના શિક્ષણ -પ્રેમીઓ,દાતાઓ પાસેથી શાળા માટે સહાયતા મેળવી શકાય તે માટે ચોકકસ નીતિ બંને..
- આચાર્ય શ્રી પોતાની શાળામાં શિક્ષણના નુતન પ્રયોગો, પ્રવીધિઓ કરાવવા માગતા હોય તો તેમને તે માટે અધિકાર મળે ...
- પોતાની શાળાનો કોઈ શિક્ષક ઉચ્ચ અભ્યાસ કે અનુસંધાન કરવા માગતો હોય તો તે માટે હાલે પ્રક્રિયા કઠીન છે, તેની લેખિત પરવાનગી આપવાનો અધિકાર આચાર્ય શ્રીને મળે .....
- સત્તાનું વિકેન્દ્રીકરણ જરૂરી છે, એક જગ્યાએ સત્તા ભેગી થવાથી તે કુંઠિત થઇ જાય છે, તે વાસ્તવિકતામાં આવતી નથી.
- શિક્ષણની ક્લાસ -૧,૨ પોસ્ટ માટે ખાતાકીય પરિક્ષા આપી જે તે પોસ્ટ પર જઈ શકે તેવો અધિકાર મળે.
૨. આચાર્ય ભરતી (સીધી ભરતી)
પ્રમોશન બાદ આ ભરતી કરવાથી પ્રમોશન માં વંચિત રહી ગયેલ , પોતાનો જીલ્લો ઇચ્છુક તથા ઘણા વધુ મિત્રો આચાર્ય ભરતી માં જોડાઈ શકશે...
જો અને તો વગર આ ભરતી પ્રમોશન ભરતી બાદ થાય એ શિક્ષણ તથા નવા મિત્રો ના હિતમાં છે.. એક વખત પ્રમોશન સ્વીકારનાર પણ આમાં ઈચ્છે તો આવી શકે પરંતુ એક વખત સીધી ભરતી માં ગયા બાદ એ ફરી આચાર્ય ના પરમોશન માં નહિ જઈ શકે અમૂક મિત્રો અવઢવ માં છે , તેમને પ્રમોશન માં ચાન્સ મળતા અહી ન આવે આથી વધુ નવા કેટલાક મિત્રોને લાભ મળે..................................
૩. ૬-થી-૮ વિકલ્પ પસંદગી નીતિ :-
- NCTE-એ નિર્ધારીત કરેલ શૈક્ષણીક અને તાલીમી લાયયકાતો મુજબજ વિકલ્પ પસંદગી થવી જોઈએ.
- કેટલીક વિસંગતતા બાબતે લચીલા રુખ હોવું જોઈએ....
- ભાષાઓ, સામાજિક વિજ્ઞાન , ગણિત/વિજ્ઞાન -એમ ત્રણ શિક્ષક ને સમ્યક રીતે વળગી રહેવું જોઈએ.
- ઉપરોક્ત ત્રણે વિભાગો ના શિક્ષક દરેક શાળામાં સરખા હોવા જોઈએ.
- દા. ૧+૧+૧ અથવા ૨+૨+૨ અથવા+ ૩+૩+૩
- ભવિષ્યમાં કોઈ શિક્ષક (ધો. ૧-થી-૫ વિભાગ માં કામ કરનાર શિક્ષક) ૬થી૮ -માટેની શૈક્ષણીક લાયકાત પ્રાપ્ત કરે તો તે ઉચ્ચતર પ્રાથમિક માં આવવા માટે જગ્યા પડતા ચોકકાસ પધ્ધતિ કે પરિક્ષા થી તેમાં આવી શકે.
- ઉચ્ચ પ્રાથમિક માં કામ કરનાર ભવિષ્યમાં હાઈસ્કૂલ ની લાયકાત પ્રાપ્ત કરી લે તો , હાઈસ્કૂલ માં જગ્યા પડતા જવા માટે માગણી કરી શકે ..
૪. તકો :-
ઉચ્ચ્તમ પ્રતિભા ધરાવતા શિક્ષકો HTAT માં પાસ થયા છે, આથી શિક્ષણ ક્ષેત્ર માં તેમની પ્રતિભાઓનો યોગ્ય લાભ લેવામાં આવે તો શિક્ષણ ની મોટી સેવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે ના ઘણા દ્વાર ખોલશે........શિક્ષણ જગત માટે નવા પ્રવાહો, પ્રયોગો, પદ્ધતિઓ અમલમાં મુકવાનો સમય પાકી ગયો છે, આપને મન ની ગતિ થી આગળ વધી રહ્યા છીએ, પાછી પાની કરી શકીએ તેમ નથી...
=============અસ્તુ===========
Tuesday, June 26, 2012
પાઠ્યક્રમ તુલના
પાઠ્યપુસ્તકોને સરખાવો : ગુજરાત અને કેન્દ્રીય (NCERT AND GCERT)
1. GCERT; STD-8, CHAP.1 (Social Sci.). http:// gujarat-education.gov.in/ textbook/Images/8sem1/ socialscience8-guj/chap1.pdf
2. NCERT STD-8, CHAP.1 (Social Sci.) http://ncert.nic.in/ncerts/ textbook/textbook.htm?hhss1=1-6 આપણા રાજ્યના બાળકો માટે ગુજરાત પાઠ્યપુસ્તક બોર્ડ અને gcert સરાહનીય મહેનત કરી છે, પરંતુ આપણે રાષ્ટ્રીય પુસ્તકો નુજ ભાષાંતર કરીને એજ પુસ્તકો શું રાજ્યમાં લાગુ ન કરી શકીએ? , ખ્યાતનામ હસ્તીઓ દ્વારા રાષ્ટ્રીય પુસ્તકો લખાય છે, ઘણા બધા વિદ્વાનો અને અધિકારીશ્રી ઓ ના સંતાનો CBSE ની પસંદગી પોતાના બાળકો માટે કરતા હોય છે , તો એજ નિર્ણય લેનારા અધિકારીશ્રી એજ પુસ્તકોનું પ્રદેશીક ભાષામાં રૂપાંતરણ કરી ને શું લાગુ ન કરી શકે ? , ઉચ્ચતમ કક્ષા નું નોલેજ મળવું જરૂરી છે, આઈ.એ.એસ. બનતા અધિકારીઓ મોટા ભાગે CBSE ની બૂક વાંચે છે અથવા પહેલેથી તે અભ્યાસ કરેલ હોય છે....જરા લાગતા વળગતા વિચારે તેવી અપેક્ષા સહ. ભવિષ્યની ઉજવલ્લ કામના .
1. GCERT; STD-8, CHAP.1 (Social Sci.). http://
2. NCERT STD-8, CHAP.1 (Social Sci.) http://ncert.nic.in/ncerts/
Sunday, June 3, 2012
એક દેશ - એક અભ્યાસક્રમ
૧, સમગ્ર દેશ માં એકજ અભ્યાસક્રમ માળખું હોવું જોઈએ…CBSE જે રીતે NCERT નાં પાઠ્યપુસ્તકો નો ઉપયોગ કરે છે, તે રીતે દેશ નાં તમામ રાજ્ય નાં બોર્ડ અને રાજ્ય સરકારો દ્વારા માત્ર NCERT નાં પુસ્તકો નો અમલ કરવા માં આવે તોજ દેશ નાં દરેક વ્યક્તિ ને સમાન શિક્ષણ મળ્યું ગણાય .
૨. આજનું બાળક હાઈટેક થઇ રહ્યું છે, તે તાત્કાલિક નવું શીખવા માગે છે, આથી ધોરણ ની તરેહ બદલાવી જોઈએ. ધોરણ ૧૦ બોર્ડ તથા ધોરણ- ૧૨ બોર્ડ , બંને બોર્ડ રદ કરી , એકજ ૧૧
(મેટ્રીક/પ્રી-યુનિવર્સીટી ટેસ્ટ લેવાવી જોઈએ.)
૩. અભ્યાસ માં જીવન નાં ઘણા વર્ષો કોર્સ અને ડીગ્રી મેળવવા માં ચાલ્યા જાય છે , શા માટે આપણે નવું કઈક ન વિચારીએ ?
૨. આજનું બાળક હાઈટેક થઇ રહ્યું છે, તે તાત્કાલિક નવું શીખવા માગે છે, આથી ધોરણ ની તરેહ બદલાવી જોઈએ. ધોરણ ૧૦ બોર્ડ તથા ધોરણ- ૧૨ બોર્ડ , બંને બોર્ડ રદ કરી , એકજ ૧૧
(મેટ્રીક/પ્રી-યુનિવર્સીટી ટેસ્ટ લેવાવી જોઈએ.)
૩. અભ્યાસ માં જીવન નાં ઘણા વર્ષો કોર્સ અને ડીગ્રી મેળવવા માં ચાલ્યા જાય છે , શા માટે આપણે નવું કઈક ન વિચારીએ ?
Saturday, June 2, 2012
આચાર્ય ભરતી -૨૦૧૨ (પ્રમોશન)
પૂજ્ય રવિશંકર મહારાજે તા. ૧/૫/૧૯૬૦ રોજ ગુજરાત સ્થાપના વખતે -કહ્યું હતું તે હવે યથાર્થ થઇ રહ્યું છે, તાજેતર માં પ્રાથમિક શાળા માટે આચાર્યની ભરતી છે , પ્રતિભા ખોજ અને અવકાશ માટે ખુબ સારું પગલું છે, જેનાથી શિક્ષણ નું ભલું થશે , એટલુંજ નહિ શિક્ષણ ના અધિકાર અંતર્ગત શાળા વિકાસ પ્લાન, સી.સી.ઈ , વિષય વાઈસ શિક્ષણ જેવી તમામ બાબતો, શાળા શિક્ષકો માટે એક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ મળી રહેશે તેવી અપેક્ષા છે. ઉપરોક સદર્ભે જણાવવાનું કે આચાર્ય પોતાની તમામ કુશળતાથી કાર્ય કરી શકે તે માટે યોગ્ય નીતિ નિર્ધારણ થાય તે જરૂરી છે , આચાર્ય ભરતી માં જો પ્રમોશન વાળા શિક્ષકોને પ્રથમ ઓર્ડર આપવા માં નહિ આવે તો અનેક નવા પ્રશ્નો ઉભા થઇ શકે છે...
પ્રમોશન વાળા ને શા માટે પ્રથમ ઓર્ડર આપવા તે બાબતે તર્ક:-
પ્રમોશન વાળા ને શા માટે પ્રથમ ઓર્ડર આપવા તે બાબતે તર્ક:-
- ઘણા વર્ષો થી શિક્ષણ ની સેવા કરી રહેલ છે,
- સામાજિક સમ્માન અને ગરીમા સંવિધાન દ્વારા અપાયેલ મૌલિક હક્ક છે ,
- પારિવારિક રીતે સેટ છે , બાળકો ભણતા હોય , અનેક વ્યક્તિગત અને મૌલિક કારણો,
- કર્મચારી ને પોતાની સીનીયીરીટી નું ગૌરવ જળવાય ,
- અનેક કારણો સર HTAT પાસ થયા બાદ પણ યોગ્ય -સ્થાન અને લાભ ન મળતા શિક્ષક મિત્રો આચાર્ય નો ઓર્ડર કદાચ ન પણ લે , પાસ થયેલ વ્યકતી ઓ નો શિક્ષન્ ને લાભ નહિ મળે,
- સંવાદ -ચર્ચા અને વિશ્લેષણ બાદ નિર્ણય થાય તો યોગ્ય થાય ,
- છેવાડા અગાઉ કામ કરી ને આવેલ છે , ને હાલે પર્સનાલી સેટ છે , જેની પ્રથમ પસંદગી ન મળતા ભારે નારાજગી અને અસંતોષ થશે,
સીધી ભરતી વાળા ને પછી ઓર્ડર શા માટે ?
- તેમની નોકરી નવી છે , પછી અવકાશ છે, કોઇજ નુકશાન નથી .
- આમને જો ઓર્ડર પહેલા મળશે તો , શહેરી વિસ્તાર નિ જગ્યાઓ પ્રથમ તબક્કે ભરાઈ જતા -છેવાડા ની શિક્ષન્ ની વાસ્તવિક પરીસ્થીઓથી ક્યારેય વાકેફ નહિ થાય ...
- સમાજ ના છેવાડા ના માનવો ને નવા તરવરીયા યુવાનો ની જરૂરત છે.
ઉપરોક્ત તમામ બાબતે યોગ્ય પ્રાધિકરણ યોગ્ય નિર્ણય કરશે તેવી અપેક્ષા સાથે.
-જય હિન્દ , જય જય ગરવી ગુજરાત ........
Monday, May 14, 2012
શિક્ષણ નીતિ નિર્ધારણ
કોઈ પણ કાનુન બન્યા પછી તેનો અમલ કરાવવા અને નીતિ નિર્ધારણ માટે સંવિધાને કાર્યપાલિકા એટલેકે સરકાર ને જવાબદારી સોપેલ છે, અનેક કારણો ને લઈને સરકારો અમલ અને નીતિ નિર્ધારણ કરવામાં સમય પસાર કરતી જોવા મળેલ છે, મેકોલે નામનો એક અંગ્રેજ જે નીતિ બનાવી ભારતની તમામ સરકારી શાળાઓનો સમય એક ઓફિસની માફક ૧૧ થી ૫ કરી ગયા બાદ ૧૫૦ થી વધુ વર્ષ બાદ હજુ પણ તેને બદલવાની હિંમત કોઈ કેમ નથી કરતુ ?
પ્રાથમિક શિક્ષણ માં હાલે શિક્ષણ નો અધિકાર અમલી બનતા કેટલાક અગત્ય ના કરવા જેવા કામ …..
- પ્રાથમિક શાળામાં આચાર્ય ની ભરતી જડપથી કરવી ….
- ૬ થી ૮ વિકલ્પ વાળી પ્રક્રીયા જલ્દી પૂર્ણ કરવી …
- બદલીઓ તથા અન્ય પ્રક્રિયાઓ જલ્દી પૂર્ણ કરાવી …
- તમામ શાળાઓમાં આપેલ કમ્પુટર માં સોફ્ટવેર -સિસ્ટમ શરુ થાય તેમ કરવું ..
આચાર્ય ભરતી પ્રક્રિયા બાબત
- આચાર્ય ને વિષેશ સત્તાઓ આપવી
- બદલી ,પગાર ધોરણ અન્ય લાભ બાબત ચોક્કસ નીતિ જાહેર કરાવી..
- સીનીયર શિક્ષકો ને તાત્કાલિક પ્રથમ ઓર્ડર અપાય તેવું થાય તો અન્ય પ્રશ્નો ઉભા ન થાય અને સૌને ન્યાય મળે ..
- આચાર્ય ભરતી સમયસર થાય તો શિક્ષણ ના અધિકાર અન્વયે શાળાઓ માં વિશેષ કાર્યો જડપથી થઇ શકે …
- અભિનવ માનવ મૂડી ત્યાર કરવા ની હોઈ શિક્ષણ નીતિ તાત્કાલિક અમલી બને એ રાષ્ટ્ર ના હિત માં હશે..
ઉપરોક્ત સુચનો બાબતે નીતિ નિર્માતાઓ અવશ્ય વિચારશે તેવી અપેક્ષા.
Monday, March 5, 2012
પૂ. રવિશંકર મહારાજ નું પ્રવચન
આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઇ રહ્યુ છે. તે વખતે પૂ. ગાંધીજીની ભવ્ય
મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમજ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક
પાઠો પણ નજર સમક્ષ તરવરે છે , વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય
એવા પૂ. સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમને નમ્રભાવે પ્રણામ કરી
મારી ભાવભીની અંજલિ અર્પણ કર્યા સિવાય રહી શકતો નથી. દેશને માટે જેમણે
નાનીમોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યા છે, તે સૌ નામીઅનામી રાષ્ટ્રવીરોને
આદરભાવે વંદન કરું છું
………………………………………….ભણેલા તેમજ અભણને કામધંધો આપવો એ આજની મુખ્ય સમસ્યા છે. એ
માટે ખાદી અને ગ્રામોદ્યોગને જેવા યોગ્ય ધંધારોજગાર શરુ કરવા. જે ધંધાને
રક્ષણ આપવાની જરૂર હોય તેને રક્ષણ આપવું અને વધુ બેકાર બનતા અટકે એવી
શિક્ષણપ્રણાલી ઉભી કરવી એમાં આપણી સફળતાની ચાવી પડેલી છે.
નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છુટો કરી દેવામાં આવે અને જે ધંધામાં જવા માટે જે આવડતની જરૂર હોય તે અંગેની પ્રવેશ પરીક્ષા લઇને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા અપનાવવામાં આવે તો શિક્ષણમાં જે ગંદકીઓ પેસે છે, તેમાંથી આપણે સહેજે બચી શકીએ.
-(સાભારઃ-વિશ્વનાં યાદગાર પ્રવચનો-પુસ્તક, -સંપાદન-સુરેશ દલાલ, મહેશ દવે- માંથી અંશો…પાના નં.૯૩,૯૫)
==========ગુજરાત સ્થાપના :-૧/૫/૧૯૬૦ -વખતે ઉદ્ઘાટન પ્રવચન ....====================
નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છુટો કરી દેવામાં આવે અને જે ધંધામાં જવા માટે જે આવડતની જરૂર હોય તે અંગેની પ્રવેશ પરીક્ષા લઇને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા અપનાવવામાં આવે તો શિક્ષણમાં જે ગંદકીઓ પેસે છે, તેમાંથી આપણે સહેજે બચી શકીએ.
-(સાભારઃ-વિશ્વનાં યાદગાર પ્રવચનો-પુસ્તક, -સંપાદન-સુરેશ દલાલ, મહેશ દવે- માંથી અંશો…પાના નં.૯૩,૯૫)
==========ગુજરાત સ્થાપના :-૧/૫/૧૯૬૦ -વખતે ઉદ્ઘાટન પ્રવચન ....====================
Saturday, March 26, 2011
મેકોલેની શિક્ષણનીતિ
મેકોલેની શિક્ષણનીતિ હજુ કેમ ચાલુ છે ?
૧૮૩૪ માં મેકોલે નામના એક અંગ્રેજ જે ભારતીય પ્રજાને હમેશા ગુલામ રાખવા તથા બીજાની આખે જોવાની નીતિ હમેશાં અંગ્રેજ ગયા પછી પણ ભારતમાં ચાલુ રહે તેવું ચિંતન કરતો રહેતો હતો , ભારે વિરોધ વચે તેની બનાવેલી નીતિ બ્રિટીશ કંપની સરકારે ભારતમાં દાખલ કરી જેના પરિણામો મેકોલે નીચે મુજબ ઇચ્છતો હતો :-
૧૮૩૪ માં મેકોલે નામના એક અંગ્રેજ જે ભારતીય પ્રજાને હમેશા ગુલામ રાખવા તથા બીજાની આખે જોવાની નીતિ હમેશાં અંગ્રેજ ગયા પછી પણ ભારતમાં ચાલુ રહે તેવું ચિંતન કરતો રહેતો હતો , ભારે વિરોધ વચે તેની બનાવેલી નીતિ બ્રિટીશ કંપની સરકારે ભારતમાં દાખલ કરી જેના પરિણામો મેકોલે નીચે મુજબ ઇચ્છતો હતો :-
- (૧) ભારતનું સાસ્કૃતિક પતન થાય ,
- (૨) દરેક બાબતમાં ભારતીય માનસ હમેસા અંગ્રેજોનું ગુલામ રહે,
- (૩) પોતાનાં વિચારોથી ભારતમાં એક અંગ્રેજોની દ્રષ્ટિથી વિચારતો વર્ગ તૈયાર થાય
મેકોલેની શિક્ષણનીતિનો અમલ થતા ......
- ૧) ભારતીય ગુરુકુલ પરંપરાને ભારે ફટકો પડ્યો....
- ૨) કારકુન તૈયાર કરવાના કારખાના શાળાઓ –મહાવિદ્યાલયો બની ગયાં.
- ૩) માત્ર અંગ્રેજ અને પશ્ચીમી નીતિ ને યોગ્ય ઠેરવતા પાઠો અભ્યાસમાં દાખલ કરાયા .....
- ૪) શાળાઓનો સમય દિવસનો કરાયો – ઇગ્લેન્ડમાં હતો તે મુજબ.
- ૫) ઈગ્લેન્ડ:ભારત બંનેની પર્યાવરણીય પરિસ્થિતિનો પણ વિચાર થયા વિના
- ૬) ૧૧ થી ૫ ની તમામ સરકારી ઓફિસો કરી દેવાઈ – તે મુજબ શાળાને પણ એક સરકારી ઓફીસ માત્ર સમજીને તેનો સમય પણ ૧૧ થી ૫ નો કરી દેવાયો – એક વિધિની વિચિત્રતા સમજો કે , આજે પણ આઝાદ ભારતમાં એજ ચાલુ છે.
શિક્ષણનીતિમાં શા માટે પરિવર્તન શા માટે નથી કરાતું ?
સવારને કોઈ પણ વ્યક્તિનું મગજ નવા વિચારો પ્રાપ્ત કરવા અને નવું કામ કરવા તાજું હોય છે, ૧૧ વાગ્યે શાળા શરુ થાય ત્યાં સુધી તો અનેક પ્રકારના ભુંસા મગજમાં ભરાઈ જતાં હોય છે...તેથી આગળ શિક્ષણ કાર્ય માત્ર યંત્રવત બની જાય છે...શા માટે નીતિ નિર્માતાઓ આ બાબતને નજર અંદાજ કરે છે ? ક્યા સુધી આ ચાલશે ?
અગ્રેજોની શિક્ષણનીતી ચાલુ રહી તેનાં કારણો .....
- ૧) ૧૯૬૧ બાદ ચાણક્ય નું અર્થ શાસ્ત્ર અપ્રકટ હતું , જો મહાત્મા ગાંધીજી અને પંડિત નહેરુને ચાણક્ય નીતિ ની પૂર્ણ માહિતી મળી ગઈ હોત તો ભારત વહેલું આઝાદ થઇ ગયું હોત ...વિધિ ની ઈચ્છા તેમ ન થયું , તો હવે તો સમજીએ કે નીતિ નિર્ધારણ કરાવામાં થાપ ના ખાઈએ....
- ૨) હવે થોડો પણ સમય બરબાદ કર્યા વિના શિક્ષણનીતીમાં આમુલ પરિવર્તન જરુરીજ નહિ પણ અનિવાર્ય છે... જો ભારતને વિશ્વ ગુરુ ના સ્થાને પ્રસ્થાપિત કરવું હશે તો આમ કરવું જરૂરી બની રહેશે ...
Subscribe to:
Posts (Atom)







