આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઇ રહ્યુ છે. તે વખતે પૂ. ગાંધીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમજ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે , વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂ. સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમને નમ્રભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલિ અર્પણ કર્યા સિવાય રહી શકતો નથી. દેશને માટે જેમણે નાનીમોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યા છે, તે સૌ નામીઅનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છું
………………………………………….ભણેલા તેમજ અભણને કામધંધો આપવો એ આજની મુખ્ય સમસ્યા છે. એ
માટે ખાદી અને ગ્રામોદ્યોગને જેવા યોગ્ય ધંધારોજગાર શરુ કરવા. જે ધંધાને
રક્ષણ આપવાની જરૂર હોય તેને રક્ષણ આપવું અને વધુ બેકાર બનતા અટકે એવી
શિક્ષણપ્રણાલી ઉભી કરવી એમાં આપણી સફળતાની ચાવી પડેલી છે.
નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છુટો કરી દેવામાં આવે અને જે ધંધામાં જવા માટે જે આવડતની જરૂર હોય તે અંગેની પ્રવેશ પરીક્ષા લઇને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા અપનાવવામાં આવે તો શિક્ષણમાં જે ગંદકીઓ પેસે છે, તેમાંથી આપણે સહેજે બચી શકીએ.
-(સાભારઃ-વિશ્વનાં યાદગાર પ્રવચનો-પુસ્તક, -સંપાદન-સુરેશ દલાલ, મહેશ દવે- માંથી અંશો…પાના નં.૯૩,૯૫)
==========ગુજરાત સ્થાપના :-૧/૫/૧૯૬૦ -વખતે ઉદ્ઘાટન પ્રવચન ....====================

No comments:
Post a Comment