હાલે શિક્ષણ ના અધિકાર અંતર્ગત વિશેષ ચર્ચા અને ચિંતન થઇ રહેલ .....બાળકો
ને મફત અને ફરજીયાત એજુકેશન છે...તો ૧૪ વર્ષથી ઉપરના માટે દરેક મરજિયાત
અને મફત/આવશાકતા અનુંસાર શિક્ષણ કેમ ન પ્રાપ્ત કરાવી શકાય.... રવિશંકર
મહારાજની વાત આઝાદી ના ૬૫ વર્ષ બાદ હવે મહદ અંશે સ્વીકાર થઇ રહી છે કે,
ડીગ્રી અને નોકરી - સંબંધ બાબતે વિશેષ મુલ્યાંકનની આવશ્યકતા છે.... ખુબજ
બારીકી થી ભવિષ્યનો વિચાર કરીને એકસૂત્રી આયોજન બંને એ જરૂરી છે...નેશનલ
કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન આ બાબતે –મહત્વ પૂર્ણ કામ કરી રહેલ છે, જે
શિક્ષણ માળખાની સ્વાયતતા માટે એક દાખલારૂપ બાબત છે, ડીગ્રી અને લાયકાતો
પરીક્ષાની જેમ કદાચ અનિવાર્ય ગણાય પરંતુ , કોઈ પણ ડીગ્રી કે પ્રમાણપત્ર
બાબતે કોઈનો ઈજારો ન હોવો જોઈએ. ઇગ્નૂ અને ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન
યુનિવર્સીટી જેવાં વિશ્વવિદ્યાલયોને ખુબજ શક્તિ-શાળી માળખાકીય સુવીદ્યાઓ
આપી–શિક્ષણના અધિકારનું ફલક વિશાળ બનાવી શકાય.....દુનિયા નાનકડું ગામ બની
રહ્યું છે ત્યારે હવે પાછળ પગ હટાવી શકાય એમ નથી, સમક્ષ જે છે તેને
ભવિષ્યના ચિંતન બાદ અમલી કરાય એ સમયની માગ છે,
શિક્ષણના અધિકાર–અમલ માટે જે પ્રયાસો થઇ રહેલ છે, બાબતે
વિશેષ એ કઈ શકાય કે, ભૌતિકતા વધી રહી છે, તેવા વખતે શ્રી ગીજુભાઈ બધેકા
કહેતા કે, પ્રાથમિક શિક્ષણનું કાર્ય સૌથી વધુ અઘરું અને મહત્વપૂર્ણ છે,
માટે સૌથી વધુ પગાર પ્રાથમિક શિક્ષકનો હોવો જોઈએ. .....તો પછી આવા
કેળવણીકારો કે જેમના વાક્યો શિક્ષણ માટે શ્રીમદ ભાગવત ગીતા ના શ્લોક સમાન
છે, તેમની વાત શું ચિંતન યોગ્ય નથી.?....શિક્ષકનું કાર્ય સર્વશ્રેષ્ઠ અને
ઉત્તમ છે, કદાચ સમાજ ને શિક્ષક વર્ગ ની જરૂર મોટા પાયે છે , માટે ગીજુભાઈ
બધેકા નાં ધ્રુવ વાક્યો નો અમલ નથી થઇ શકતો , હવે જ્યારે શિક્ષણ ના
અધિકાર બાબતે સંવૈધાનિક અમલવારી થવા જઈ રહેલ છે, ત્યારે આશા રાખીએ કે, ૬
થી ૧૪ વર્ષનું કોઈ બાળક પ્રાથમિક શિક્ષણ પૂર્ણ તથા ક્વોલીટી વાળું
પ્રાથમિક શિક્ષણ મળી રહે , સાથે ૧૪ વર્ષ થી વધુ વયની કોઈ પણ વ્યક્તિ
ક્ષમતા મુજબ મુજબ ઈચ્છિત શિક્ષણ લઇ શકે. જે બાબતે કોઈનો ઈજારો ન હોવો
જોઈએ. આ બાબતે નીતિ-નિર્માતાઓ વિશેષ ચિંતન કરે જે રાષ્ટ્ર, સમાજ, માનવતા,
અભિનવ માનવ-મૂડી ના ભલા માં હોય તેવું થાય તેવી પુન; એક વખત આશા સહ.
-જય હિંદ
No comments:
Post a Comment