પાઠ્યપુસ્તકોની રચના ધોરણ : ૬થી૮ માટેનાં જૂન-૨૦૧૨થી નવા પાઠ્યપુસ્તકો
અમલમાં આવી રહ્યાના અહેવાલ છે. ત્યારે તેની ભૌતિક અને વિષયવસ્તુ રચનામાં
કેટલાક પાયાના ખ્યાલો ધ્યાને રાખવા આવશ્યક છે. (૧)પાઠ્યપુસ્તકઃ માં દરેક
વિષય માટે પેજ સૌથી પહેલા નક્કી કરાય. (૨) દરેક પુસ્તકની વિષેશ શિક્ષક
આવૃત્તિ બને જેમા, પુસ્તક રચના માટે લિધેલ સમગ્ર સંદર્ભ સાહિત્ય, દિવસો,
બેઠકો, તથા અન્ય વિગત પણ સામેલ કરવી જોઇએ. (૩)એન.સી.ઇ.આર.ટી.,
આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓની વેબસાઇટો, વિકીપેડિયા, ગૂગલ, વિ. ના ઉપયોગ
દ્વારા રચના કરાય. (૩) પ્રાદેશિક માહિતી માટે એક ટીમ બનાવાય જેમાં
ઇગ્નુ,જે.એન.યુ., ડીયુ, વિગેરે માથી ઇતિહાસ, રાજનીતિ શાસ્ત્ર વિ. વિષયોમાં
પોસ્ટ ગ્રેજ્યુએટ ને સામેલ કરાય કે જે હાલે શિક્ષક તરીકે ગુજરાતમાં કાર્યરત
હોય …આ ટીમ લઘુ શોધનું કામ સોપાય જે ગાઇડલાઇન મુજબ કામ કરી પ્રમાણ એકઠાં
કરી પોતાનું શોધપત્ર જી.સી.ઇ.આર.ટી.માં રજુ કરે જેના પરથી પુસ્તકમાં તે
મુદ્દા સમાવાય… (૪) સ્વાધ્યાય પોથીઃ એકસૂત્રતાપુર્ણ બને…..જેમા, ૫૦%+૫૦%
ટૂકા પ્રશ્નો-વિકલ્પ વાળ+વર્ણન વાળા-એક-બે વાક્ય-વ્યાખ્યા-જોડકાં-અન્ય….
(૫)દરેક સ્વાધ્યાય પોથીમાં લાસ્ટમાં ”મૂલ્યાકન” શીર્ષક હેઠળ ગ્રેડઃ…………
તથા……. શિક્ષકશ્રીની સહિ અને તારીખઃ- ………..એમ લખવું જોઇએ….શિક્ષક્ની સહી આવું તોછડું ન લખવું જોઇએ…
No comments:
Post a Comment