પૂજ્ય રવિશંકર મહારાજે તા. ૧/૫/૧૯૬૦ રોજ ગુજરાત સ્થાપના વખતે -કહ્યું હતું તે હવે યથાર્થ થઇ રહ્યું છે, તાજેતર માં પ્રાથમિક શાળા માટે આચાર્યની ભરતી છે , પ્રતિભા ખોજ અને અવકાશ માટે ખુબ સારું પગલું છે, જેનાથી શિક્ષણ નું ભલું થશે , એટલુંજ નહિ શિક્ષણ ના અધિકાર અંતર્ગત શાળા વિકાસ પ્લાન, સી.સી.ઈ , વિષય વાઈસ શિક્ષણ જેવી તમામ બાબતો, શાળા શિક્ષકો માટે એક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ મળી રહેશે તેવી અપેક્ષા છે. ઉપરોક સદર્ભે જણાવવાનું કે આચાર્ય પોતાની તમામ કુશળતાથી કાર્ય કરી શકે તે માટે યોગ્ય નીતિ નિર્ધારણ થાય તે જરૂરી છે , આચાર્ય ભરતી માં જો પ્રમોશન વાળા શિક્ષકોને પ્રથમ ઓર્ડર આપવા માં નહિ આવે તો અનેક નવા પ્રશ્નો ઉભા થઇ શકે છે...
પ્રમોશન વાળા ને શા માટે પ્રથમ ઓર્ડર આપવા તે બાબતે તર્ક:-
પ્રમોશન વાળા ને શા માટે પ્રથમ ઓર્ડર આપવા તે બાબતે તર્ક:-
- ઘણા વર્ષો થી શિક્ષણ ની સેવા કરી રહેલ છે,
- સામાજિક સમ્માન અને ગરીમા સંવિધાન દ્વારા અપાયેલ મૌલિક હક્ક છે ,
- પારિવારિક રીતે સેટ છે , બાળકો ભણતા હોય , અનેક વ્યક્તિગત અને મૌલિક કારણો,
- કર્મચારી ને પોતાની સીનીયીરીટી નું ગૌરવ જળવાય ,
- અનેક કારણો સર HTAT પાસ થયા બાદ પણ યોગ્ય -સ્થાન અને લાભ ન મળતા શિક્ષક મિત્રો આચાર્ય નો ઓર્ડર કદાચ ન પણ લે , પાસ થયેલ વ્યકતી ઓ નો શિક્ષન્ ને લાભ નહિ મળે,
- સંવાદ -ચર્ચા અને વિશ્લેષણ બાદ નિર્ણય થાય તો યોગ્ય થાય ,
- છેવાડા અગાઉ કામ કરી ને આવેલ છે , ને હાલે પર્સનાલી સેટ છે , જેની પ્રથમ પસંદગી ન મળતા ભારે નારાજગી અને અસંતોષ થશે,
સીધી ભરતી વાળા ને પછી ઓર્ડર શા માટે ?
- તેમની નોકરી નવી છે , પછી અવકાશ છે, કોઇજ નુકશાન નથી .
- આમને જો ઓર્ડર પહેલા મળશે તો , શહેરી વિસ્તાર નિ જગ્યાઓ પ્રથમ તબક્કે ભરાઈ જતા -છેવાડા ની શિક્ષન્ ની વાસ્તવિક પરીસ્થીઓથી ક્યારેય વાકેફ નહિ થાય ...
- સમાજ ના છેવાડા ના માનવો ને નવા તરવરીયા યુવાનો ની જરૂરત છે.
ઉપરોક્ત તમામ બાબતે યોગ્ય પ્રાધિકરણ યોગ્ય નિર્ણય કરશે તેવી અપેક્ષા સાથે.
-જય હિન્દ , જય જય ગરવી ગુજરાત ........
No comments:
Post a Comment