Friday, November 5, 2010
હેપ્પી દિપાવલી & નૂતન વર્ષાભિનંદન
તમામ દર્શક મિત્રો કચ્છ , ગુજરાત , ભારત , વિશ્વમાં વસતા તમામ હિતેચ્છુ મિત્રો , સ્નેહીઓ સૌને દીપાવલી તથા નૂતન વર્ષ ની શુભકામના . આજનો દિવસ એટલે નવા સંકલ્પો લેવાનો દિવસ ..પ્રકાશ નો દિવસ , સુખ , શાંતિનો દિવસ. ભારત તમામ તહેવારોમાં સૌથી ટોપ નું સ્થાન ધરાવતો આ તહેવાર દરેકને માટે ખુશીઓ લાવનાર છે, જગત નાં તમામ તહેવારો માં સૌથી પ્રકાશ - રોનક જોવા મળતા હોય તો તે છે દિવાળી તહેવાર ભારતીય જીવનમાં શ્રી રામ ની આજે પણ પ્રાસંગિકતા પ્રદર્શિત કરે છે , ભારતીય ઇતિહાસ અનુસાર શ્રી રામ ૧૪ વર્ષના વનવાસ બાદ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે આજના દિવસે અયોધ્યામાં પહોચ્યા ત્યારે સમગ્ર અયોધ્યા માં દીવા પ્રગટ્યા કોઇજ અયોધ્યા વાસી ત્યારે દુખી નહોતું , દિવાળીના બીજા દિવસે અયોધ્યા વાસી રામને મળવા ગયે સાથે -સાથે એક બીજા ને પણ મળ્યા ખબર અંતર પૂછ્યા ,નવા જીવનનો સૌને અહેસાસ થયો. ત્યારથી સમગ્ર ભારતીયના જીવનમાં આ તહેવારો ઓતપ્રોત થઇ ગયા. શ્રી રામને વંદન. શુભ દીપાવલી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment