From:-
V.K.MEVADA
કન્યા કેળવણી મહોત્સવ & શાળા પ્રવેશોત્સવ-૨૦૧૩
આજ તા.૨૦/૦૬/૨૦૧૩–સવારે શ્રી આદિપુર ગ્રુપ કન્યા શાળામાં આદિપુર કન્યા, આદિપુર કુમાર, આદિપુર હિન્દી, -એમ સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૩ યોજાયો. જેમાં કાર્યક્રમના પ્રમુખ તરીકે GDA ના ચેરમેન શ્રી મધુકાન્ત શાહ ઉપસ્થિત રહેલ તથા અતિથી વિશેષ તરીકે ગાંધીધામના માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી હાજર રહેલ. આ કાર્યક્રમમાં મુરજીભાઇ મયાત્રા(જિલ્લા ભાજપ-ઉપપ્રમુખ), જિલ્લા ભાજપના મંત્રીશ્રી મોમાયાભા ગઢવી, શહેર ભાજપ-પ્રમુખ નારીભાઈ પરિયાણી, મહામંત્રી શ્રી પુનીત દૂધરેજિયા, ગોવિંદભાઈ પારુમલાણી, કાઉન્સીલર શ્રી ગોપાલભાઈ આહીર, સામજીભાઈ ભીલ, પ્રહલાદભાઈ ભાનુશાલી, બુદ્ધિલાલ ઠક્કર, પનાબેન જોષી, તથા પતંજલિ યોગ સમિતિ-કચ્છ પ્રમુખ શ્રી ભરતભાઈ રૂપારેલ, SMC અધ્યક્ષો શ્રીમતી લવીનાબેન રાવલ, સંતોકબેન બંકા, કામઈબેન ગઢવી ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમને મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય સાથે ખુલ્લો મુકવામાં આવેલ. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી વી.કે.મેવાડા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. તે પછી કન્યા શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજુ કરેલ...WEL-COME….WEL-COME….., ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો એ નવા પ્રવેશ લઇ રહેલ બાળકોને કુમ-કુમ તિલક કરી શાળામાં પ્રવેશ અપાવેલ. સાથે બાળકોને કીટ અપાયેલ તથા પુન:પ્રવેશ પાત્ર બાળકોને પણ પ્રવેશ અપાવેલ, બાળકોને મોઢું મીઠું કરાવી મહેમાનો દ્વારા બાળકો ને શાળા વતી આવકારાયેલ. ત્યારબાદ કન્યા શાળા ની બાલિકાઓ દ્વારા યોગ નિદર્શન થયેલ.....હિન્દી શાળા ના બાળકોએ સત્ય મેવ જયતે..........ગીત રજુ કરેલ .........કુમાર શાળાના બાળકોએ પીરામીડ રજુ કરેલ.............આંગણવાડીની બહેનો દ્વારા બાળકોને નાસ્તામાં અપાતી વાનગીઓનું નિદર્શન થયેલ, તથા મહેમાનોએ .....આગણવાડી બાળકોને પણ આવકારેલ....., ત્યારબાદ અવલ નંબરે આવેલ બાળકોને દાઉદભાઈ સંઘાર દ્વારા ઇનામ અપાયેલ –તે મહેમાનોને હસ્તે બાળકોને આપવામાં આવ્યા ...કાર્યક્રમમાં મોમાયાભા ગઢવી દ્વારા ઓજસ્વી વાણીમાં પ્રેરક પ્રવચન રજુ થયેલ, ત્યારબાદ કાર્યક્રમ ના પ્રમુખ શ્રી મધુકાન્ત શાહ , દ્વારા શિક્ષણ ની જરૂરીયાત પર વિશેષ ભાર આપી બાળકોને આશીર્વાદ આપેલ, માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન સાથે આદિપુર માં નવી હાઈસ્કૂલો શરુ કરાવવાની હૈયા ધારણા આપેલ, સાથે નવ-પ્રવેશ લઇ રહેલ બાળકોને શુભકામનાઓ આપી.
કાર્યક્રમ ને સફાળ બનાવવા શિક્ષક સમગ્ર સ્ટાફ સહિત, C.R.C-ગોવિંદભાઈ તિવારી, મુકેશભાઈ પટેલ, શ્રીમતી દેવકીબેન ચેલાણી નરેશભાઈ પરમાર, એ.ટી.જાડેજા, નીતેશ વ્યાસ સહયોગ આપેલ, સ્ટેજ આયોજન સહીતની અન્ય વ્યવસ્થા S.M.C.ના સભ્યો શ્રી અશોકભાઈ રાવલ, નારણભાઈ લોચા, દાઉદભાઈ સંઘાર વગેરેએ સંભાળેલ.
કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શાળાની વિદ્યાર્થીની ગંગાબેન ગઢવીએ કરેલ. આભારવિધિ મુકેશભાઈ પટેલ દ્વારા થયેલ. એવું શાળાના આચાર્યશ્રી વી.કે.મેવાડા ની યાદીમાં જણાવાયું હતું.