આજ તા.15/08/2021 ના રોજ 75 મું સ્વાતંત્ર્ય પર્વ...
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી
આદિપુર કન્યા શાળા મુકામે
લક્ષ્મીબેન વેલજીભાઇ આહિર
કાઉન્સિલર ગાંધીધામ નગરપાલિકા દ્વારા સવારે:8:21 વાગ્યે ધ્વજવંદન થયું.
આ કાર્યક્રમ માં ભરતભાઈ વાઘજીભાઈ પ્રજાપતિ,
મહેશભાઈ ગઢવી , ભચીબેન શામજીભાઈ મહેશ્વરી વગેરે કાઉન્સિલર શ્રીઓ પણ હાજર રહેલ.
ગ્રુપ આચાર્યશ્રી વી.કે.મેવાડા દવારા પ્રાસંગિક બાબતો સાથે આદિપુર માધ્યમિક શાળા નું નવુ
બિલ્ડીંગ બને એ માટે પ્રયાસો કરવા સૌ અગ્રણીઓ સમક્ષ પ્રસ્તાવ મૂકેલ જેને સૌએ વધાવેલ.
આ કાર્યક્રમ દરમિયાન નારણભાઈ લોચા, દાઉદભાઈ સંઘાર, દિનેશભાઈ વાણીયા, ધીરજભાઈ સીજુ, મોહનભાઈ બળિયા વગેરે વિદ્યાર્થી વાલી મંડળ સદસ્યો હાજર રહેલ.
સાથે સાથે SMC અધ્યક્ષ જયંતિભાઈ પ્રજાપતિ અને એસ.એમ.સી. સદસ્ય સુરેશભાઈ સુથાર ઉપસ્થિત રહેલ.
વધુમાં આજના દિવસે રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2021 જાહેર થયેલ તેવા આદિપુર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા
ડૉ.અંજનાબેન મોદી નું સન્માન કરવામાં આવેલ.
ઉપરાંત સી.આર.સી.કક્ષાનું સારી ઓનલાઇન કામગીરી માટે મ.શિક્ષક. જાની સેતુ નું પણ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર સહ સન્માન પણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા કરશનભાઈ મરંડ, આપાભાઈ મંઢ, સવજીભાઈ બારુપાર, રમીલાબેન પટેલ, ભારતીબેન પિનારા, નિર્મલાબેન, વિમળાબેન, ભાવનાબેન, સેતુ જાની , યાદવ ઋષિકેશ વગેરે શિક્ષક-ગણ સહિત આચાર્યશ્રીઓ મુકેશ પટેલ, એમ.સી.અમૃતિયા, વર્ષાબેન સોમૈયા તમામ સ્ટાફે યોગદાન આપ્યું.
સ્ટેજ-સંચાલન ગોવિંદભાઈ તિવારીએ કરેલ.
કાર્યક્રમ નું સમગ્ર સંચાલન ગ્રુપ શાળા આચાર્ય શ્રી વી.કે.મેવાડા દ્વારા થયું.
---------
_____
જય હિંદ