પ્રસ્તાવના : એકવીસમી સદીનું બીજું દશક શરુ થતાં ભારતીય શિક્ષણવ્યવસ્થા વિષે પુન:મૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે- તેમાં ધરમૂળથી ફેરફારો કરવા એ સમયની જરૂરિયાત બની ગયેલ છે, ભારતીય ઇતિહાસ, સંસ્ક્રૂતિ, સમાજ, વ્યવસ્થા તથા વર્તમાન વૈશ્વિક પરિવર્તનોને ધ્યાને રાખીને નૂતન શિક્ષણનીતિ સ્વતંત્ર રીતે નિર્માણ કરવાની જરૂરીયાત ઉભી થયેલ છે, આથી તેના ઉપર સાર્વજનિક ચિંતન થાય તે માંથી ફળશ્રુતિ-રૂપ સાર પ્રાપ્ત થતાં એક સ્વતંત્ર વિદેશનીતિ દરેક દેશને હોય છે, તે રીતે એક સ્વાયત શિક્ષણનીતિ પણ દેશ માટે હોવી જોઈએ ; જે કોઈ સ્થાપિત હિતથી ગ્રસિત ન હોય એ બાબતે પણ ખાસ દક્ષતા રહે તે ધ્યાને લેવાય એ આવશ્યકતા છે.
ખરેખર રાઈટ ટુ એજ્યુકેશન(RTE) નું સ્વરૂપ કેવું હોવું જોઈએ:-
- ૧) પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક, વિશ્વવિદ્યાલય એ ત્રણે સ્તરો નું શિક્ષણ RTE ACT હેઠળ સાંકાળી લેવાય.
- ૨) શિક્ષણને સર્વોચ્ચ મહત્વ આપી દૂરદર્શી આયોજનરૂપ મુસદ્દાને તેમાં સામેલ કરવો કરવો જોઈએ.
- ૩) નવો RTE ACT બનાવવા માટે નિષ્ણાતોની નીચે મુજબના કોષ્ટક પ્રમાણે ૨૪ –સભ્યોની એક વિસ્તૃત ટીમ બનાવવી જોઈએ : -
સભ્યનું ક્ષેત્ર | હોદો | સંખ્યા |
સુપ્રીમ કોર્ટ | ન્યાયાધીસ(નિવૃત) | ૧ |
હાઇકોર્ટ | ન્યાયાધીસ | ૧ |
શિક્ષણ વિદો | - | ૫ |
વિશ્વ વિદ્યાલય | પ્રોફેસર | ૨ |
પ્રાથમિક | શિક્ષક | ૨ |
માધ્યમિક | શિક્ષક | ૨ |
પ્રાચીન ગુરુકુળ (વૈદિક) | કુલપતિ /આચાર્ય | ૨ |
રમત-ગમત સંસ્થા | ડાયરેક્ટર | ૧ |
આર્મી ઓફિસર | જનરલ/મેજર/કેપ્ટન | ૨ |
આઈ.આઈ.એમ. | પ્રોફેસર | ૧ |
આઈ.આઈ.ટી. | પ્રોફેસર | ૧ |
સમાજ સેવક | - | ૧ |
કલા | - | ૧ |
સાહિત્ય | - | ૧ |
વૈજ્ઞાનિક | - | ૧ |
કુલ | ૨૪ |
- ૪) ઉપરોક કોઠા -૩ મુજબ ૨૪ –સભ્યોની નિમણુંક પ્રધાનમંત્રી , વિપક્ષના નેતા ,શિક્ષણમંત્રીની સહમતી થી રાષ્ટ્રપતિ દ્વારા થાય તથા તેને એક વટહુકમ દ્વારા વિશેષ શક્તિ પ્રદાન કરવામાં આવે જેથી એ સમિતિ પોતાનું કાર્ય કોઈ પણ જાતની બાધા વગર કરી શકે .
- ૫) સમિતિ પોતાનો અહેવાલ છ માસમાં આપે , તેનો અમલ ત્રણ માસમાં થાય તે બાબતે યોગ્ય થાય. તેના માટે સરકાર કટ્ટીબદ્ધ બને એ જરૂરી છે.
- ૬) સમિતિનો અહેવાલ આવ્યા બાદ એક ચુંટણીપંચની મારફતે સ્વાયત શિક્ષણ પંચ બને જેના હેઠળ સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થા ને મુકવામાં આવે .
શિક્ષણ માટે તાત્કાલિક શું કરવું જોઈએ ?
- ૧) નીચેના કોષ્ટક મુજબના પગલાં તત્કાલ ભરી શકાય: -
ક્રમ | વિગત | ||
૧ | શાળાનો સમય (સમગ્ર દેશમાં એકજ સમય સવારનો) | શિક્ષક માટે | સવારે : ૮ થી ૧:૩૦ |
શિક્ષણ કાર્ય | ૮:૩૦ થી ૧૨:૩૦ | ||
રીશેષ | ૧૦:૦૦ થી ૧૦: ૩૦ | ||
આયોજન | ૧૨:૩૦ થી ૧:૩૦ | ||
૨ | તાસ | આઠ | ૩૦-મીનીટનો એક |
૩ | શૈક્ષણીક કેલેન્ડર | સમગ્ર વર્ષનું | રાજ્ય કક્ષા એ એકજ હોય જેમાં શિક્ષણ કાર્ય, તાલીમ,કાર્યક્રમો,ઉજવણી, અન્ય ---એ રીતે દિવસોનું વિભાજન કરવું... |
૪ | દરેક શાળામાં ભૌતિક સુવિદ્યાઓ | પુસ્તકાલય | ટેબલ ,ખુરસી, બેંચ , પુસ્તકો |
લેબોરેટરી | |||
સ્ટાફ રૂમ | |||
કોમ્પુટર રૂમ | ઈન્ટરનેટ જોડાણ સાથે | ||
આચાર્ય રૂમ | |||
ક્લાસ રૂમ | દરેક વર્ગ માટે અલગ | ||
મેદાન | રમતનું | ||
બાગ | પાણીની સુવિદ્યા સાથે | ||
૫ | શિક્ષક સજ્જતા | લેપટોપ | સરકારે ૯૦% સબસીડી આપવી. |
૬ | એવોર્ડ | નવી રીતે | શિક્ષક ફાઈલ બનાવી સામેથી એવોર્ડ માગે તેના કરતા , સરકાર તેને સામેથી એવોર્ડ આપે તેવી નીતિ બનાવવી. |
૭ | શિક્ષણ કાર્ય | માત્ર શિક્ષણ | શિક્ષણ શિવાયની અન્ય કોઈ વધારાની કામગીરી ન આપવી. |
૮ | પાઠ્યક્રમ | આયોજન | રાજ્યની દરેક શાળામાં એકજ દિવસે એજ પાઠ ચાલતો હોય....(જેનું આયોજન રાજ્ય કક્ષાએ શિક્ષકોની એક ટીમ દ્વારા દર વર્ષે થાય |