Friday, July 20, 2012
Thursday, July 19, 2012
આમૂલ-ચૂલ પરિવર્તન
હાલે શિક્ષણમાં આમૂલ-ચૂલ પરિવર્તન માટે ચર્ચા અને ચિંતન ચાલી રહેલ છે, નીતિનીર્માતો પાશે -ગાઈડલાઈન અને સુજ-સમજ શક્તિમાં ક્યાંક કચાસ જોવા મળી રહેલ છે, અમૂક ,તમુક પરિપત્રો , ઠરાવો, નિયમો ના ગુંચવાડા માં પડી જવાને કારણે નિર્ણય શક્તિ ક્ષીણ થઇ ગઈ છે. આદરણીય સૌ શિક્ષણ કારો અને વહીવટદારો આપ સૌ એ બાબતે અવશ્ય ચિંતન કરશો કે, શિક્ષણનો અધિકાર એક સંવિધાન સુધારા અને એક કાનુન દ્વારા નવો લાગુ થયેલ છે, તે સારી રીતે લાગુ કરવા માટે નવેસર થી એકડે એક થી વિચારવું પડશે...કોઈ પગલું લેવાય તે પારદર્શી હશે , હિમત ભરેલું તથા ઈગો એક બાજુ રાખી ને તથા શિક્ષણ અને દેશ ના લાંબા ગાળાના હિતમાં લીધેલું હશે. ...તો અવશ્ય નવી દિશા સફળતા માટે ખોલશે......હાલે એવો સમય છે જેમાં પારદર્શી અને સ્પષ્ટ કાર્ય અને નીતીનીર્ધારણની તાતી જરૂરત છે...ગોળ-ગોળ અધકચરું-અધૂરું -ભેળસેળિયું હશે તેવું કાર્ય અને નિર્ણય -વિચાર બિલકુલ નહિ ચાલે...નીતિ નિર્માતાઓ ને એક એ પણ સલાહ છે...કે, જો નીતિ નિર્ધારણ ન કરી શકતા હો તો , આપે બીજા મિત્રો ને મોકો આપવો જોઈએ...અમૂક -તમુક પદ પર વર્ષો સુધી પથ્થરની જેમ ન વળગ્યા રહેવું જોઈએ. આ નીતિ ધારકો પૂજ્ય રવિશંકર મહારાજ નું આપણા રાજ્ય ગુજરાત ના ઉદ્ઘાટન વખતે આપેલું પ્રાસંગીગ પ્રવચન વાંચવું જોઈએ.....તે આજે કેટલું પ્રાસંગિક છે..તેનો ખ્યાલ આવશે....સફળતા નિષ્ફળતાની ચાવી છે, એક ભૂલ કઇક શીખીએ -એને વાગોળીએ નહિ , વીજળી ના શોધક ને યાદ કરો ...તેમને કેટલા પ્રયાશો બાદ જગતમાં ચમત્કાર સર્જાયો....મહાન શિક્ષણકારો , અનુભવીઓ, નવયુવાનો સૌને સાથી રાખી નિરપેક્ષ ભાવથી આગળ વધીએ તો, આપણા માટે સોનેરી સૂરજ ઉગે ,
તાત્કાલિક જરૂરી:-
તાત્કાલિક જરૂરી:-
- આચાર્ય ભરતી(પ્રમોશન) :-
- પહેલા ના નિયમ મુજબ, ક્યાય નિયમ નથી, એમ ન થાય , એમ કેમ થાય, આમજ થાય . વગેરે દ્વદ્વ માં તંત્રે અટવાયા વગર આ ભરતી કરી દેવી જોઈએ...કારણ કે , આને કોઈ કોર્ટ પણ અટકાવશે નહિ .
- પારદર્શી નિયમો બહાર પાડી ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ થાય એ રાષ્ટ્ર ,સમાજ, શિક્ષણ અને ગરીબ બાળક ના હિતમાં હશે.
- શિક્ષક તરીકે ૯-કે તેથી વધુ વર્ષ થયા હોય , તેને ૨૦ -વર્ષ નો ગ્રેડ આપી શકાય , ૨૦- કે તેથી વધુ વર્ષ થયા હોય તેને ક્લાસ-૨ નો ગ્રેડ આપી સહાય ...
- આચાર્ય ને શાળાનો સમય , ટાઈમ -ટેબલ , પાઠ્યક્રમ આયોજન, શાળા કેલેન્ડર, રજા નિર્ધારિત , મેડીકલ રજા શિક્ષક ની મજુર કરવાનો અધિકાર મળે ...
- શિક્ષકશ્રીઓની સર્વિસ બૂક ભરવાનો અધિકાર મળે,
- રાઈટ ટૂ એજ્યુકેશન મુજબ કામચલાઉ શિક્ષકો ની ઘટ હોય તો પાર્ટ ટાઈમ શિક્ષકો રાખી પગાર ચૂકવી શકે તેવો અધિકાર મળે...
- આચાર્ય ને ૧-કલાર્ક અને ૧-પટ્ટાવાળા , ૧-શિક્ષક મદત માટે મળે ...
- આચાર્ય ને નેટ કનેક્શન, લેપટોપ, સ્કેનર મળે,
- આચાર્ય તરીકે નું વિવેક થી ઉપયોગ કરવા માટે નું ભથ્થું મળે, જે બિન-ઓડીત પાત્ર હોય ...
- વિદ્યાર્થીઓના વાલી શિવાય ના શિક્ષણ -પ્રેમીઓ,દાતાઓ પાસેથી શાળા માટે સહાયતા મેળવી શકાય તે માટે ચોકકસ નીતિ બંને..
- આચાર્ય શ્રી પોતાની શાળામાં શિક્ષણના નુતન પ્રયોગો, પ્રવીધિઓ કરાવવા માગતા હોય તો તેમને તે માટે અધિકાર મળે ...
- પોતાની શાળાનો કોઈ શિક્ષક ઉચ્ચ અભ્યાસ કે અનુસંધાન કરવા માગતો હોય તો તે માટે હાલે પ્રક્રિયા કઠીન છે, તેની લેખિત પરવાનગી આપવાનો અધિકાર આચાર્ય શ્રીને મળે .....
- સત્તાનું વિકેન્દ્રીકરણ જરૂરી છે, એક જગ્યાએ સત્તા ભેગી થવાથી તે કુંઠિત થઇ જાય છે, તે વાસ્તવિકતામાં આવતી નથી.
- શિક્ષણની ક્લાસ -૧,૨ પોસ્ટ માટે ખાતાકીય પરિક્ષા આપી જે તે પોસ્ટ પર જઈ શકે તેવો અધિકાર મળે.
૨. આચાર્ય ભરતી (સીધી ભરતી)
પ્રમોશન બાદ આ ભરતી કરવાથી પ્રમોશન માં વંચિત રહી ગયેલ , પોતાનો જીલ્લો ઇચ્છુક તથા ઘણા વધુ મિત્રો આચાર્ય ભરતી માં જોડાઈ શકશે...
જો અને તો વગર આ ભરતી પ્રમોશન ભરતી બાદ થાય એ શિક્ષણ તથા નવા મિત્રો ના હિતમાં છે.. એક વખત પ્રમોશન સ્વીકારનાર પણ આમાં ઈચ્છે તો આવી શકે પરંતુ એક વખત સીધી ભરતી માં ગયા બાદ એ ફરી આચાર્ય ના પરમોશન માં નહિ જઈ શકે અમૂક મિત્રો અવઢવ માં છે , તેમને પ્રમોશન માં ચાન્સ મળતા અહી ન આવે આથી વધુ નવા કેટલાક મિત્રોને લાભ મળે..................................
૩. ૬-થી-૮ વિકલ્પ પસંદગી નીતિ :-
- NCTE-એ નિર્ધારીત કરેલ શૈક્ષણીક અને તાલીમી લાયયકાતો મુજબજ વિકલ્પ પસંદગી થવી જોઈએ.
- કેટલીક વિસંગતતા બાબતે લચીલા રુખ હોવું જોઈએ....
- ભાષાઓ, સામાજિક વિજ્ઞાન , ગણિત/વિજ્ઞાન -એમ ત્રણ શિક્ષક ને સમ્યક રીતે વળગી રહેવું જોઈએ.
- ઉપરોક્ત ત્રણે વિભાગો ના શિક્ષક દરેક શાળામાં સરખા હોવા જોઈએ.
- દા. ૧+૧+૧ અથવા ૨+૨+૨ અથવા+ ૩+૩+૩
- ભવિષ્યમાં કોઈ શિક્ષક (ધો. ૧-થી-૫ વિભાગ માં કામ કરનાર શિક્ષક) ૬થી૮ -માટેની શૈક્ષણીક લાયકાત પ્રાપ્ત કરે તો તે ઉચ્ચતર પ્રાથમિક માં આવવા માટે જગ્યા પડતા ચોકકાસ પધ્ધતિ કે પરિક્ષા થી તેમાં આવી શકે.
- ઉચ્ચ પ્રાથમિક માં કામ કરનાર ભવિષ્યમાં હાઈસ્કૂલ ની લાયકાત પ્રાપ્ત કરી લે તો , હાઈસ્કૂલ માં જગ્યા પડતા જવા માટે માગણી કરી શકે ..
૪. તકો :-
ઉચ્ચ્તમ પ્રતિભા ધરાવતા શિક્ષકો HTAT માં પાસ થયા છે, આથી શિક્ષણ ક્ષેત્ર માં તેમની પ્રતિભાઓનો યોગ્ય લાભ લેવામાં આવે તો શિક્ષણ ની મોટી સેવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે ના ઘણા દ્વાર ખોલશે........શિક્ષણ જગત માટે નવા પ્રવાહો, પ્રયોગો, પદ્ધતિઓ અમલમાં મુકવાનો સમય પાકી ગયો છે, આપને મન ની ગતિ થી આગળ વધી રહ્યા છીએ, પાછી પાની કરી શકીએ તેમ નથી...
=============અસ્તુ===========
Sunday, July 15, 2012
અનન્ય અભિલાષા
ભારત વર્ષ માં અનેક મહાન દાર્શનિકો, ચિંતકો, સમાજસેવકો, વિચારકો, લેખકો, રાજપુરુષો, યોદ્ધાઓ, શિક્ષકો વિગેરે થી આપનો રાષ્ટ્રીય ઇતિહાસ , ભારતીય ઐતિહાસિક ધરોહર ભરપુર છે, અનેક વિવિધતાઓથી ભરપુર ભારતમાં માનવની સૌથી મોટી અભિલાષા શું હોય છે ? - તેના પર ચર્ચા અને ચિંતન આવશ્યક છે, જગતનું સૌથી પ્રાચીન અપૌરુશેય ચિંતન ભારતે વેદ રૂપે વિશ્વને આપ્યું છે......જેમાં માનવ જીવનનું લક્ષ્ય ,ધ્યેય, કર્મ, કર્તવ્ય , જીવનની ઈચ્છા વિગેરે પર વિસ્તૃત પ્રકાશ પાડેલ છે... આપને પૃથ્વી પર એકલ માનવ ઈશિષ્ટ પ્રાણી છીએ , આપને દેશ, બંધારણ, ધર્મ, સમાજ એવું છે, વન્ય જીવો માટે આમાંનું કઈ ન હોવાથી તેમના પ્રત્યે આપનું વિશેષ કર્તવ્ય બંને છે.
Tuesday, July 3, 2012
Subscribe to:
Posts (Atom)