ઐતિહાસિક "બાળકોને નિ:શુલ્ક અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ,૨૦૦૯ના અધિકાર
(આર.ટી.ઈ)ના અમલીકરણ માટે એક સંકલ્પ અને દ્રઢ નિશ્ચય સાથે અમૂલ્ય શિક્ષણ
આપવાનું વચન આપે છે. આ મહત્વાકાંક્ષી પહેલ એવા બાળકો માટે છે જે પ્રાથમિક
શિક્ષણથી કોઈ કારણોસર વંચિત રહ્યા છે અથવા તો તેમનું શિક્ષણ અધૂરું
રહ્યું છે. આ યોજનાથી બાળકોની મહત્વાકાંક્ષાઓ અને સપના પરીપૂર્ણ થશે. આ
RTE એક્ટ ખાસ શિક્ષણ છત્ર હેઠળ તમામ આઉટ ઓફ સ્કૂલ બાળકોને પ્રવેશ માટે તક
પૂરી પાડે છે અને પ્રાથમિક તબક્કાના શિક્ષણથી લઇને પ્રારંભિક શિક્ષણ
પૂર્ણ સુધી ચાલુ રહે છે.
પ્રાથમિક શિક્ષણની મર્યાદા અંદર આવેલ બધા આઊટ ઓફ સ્કૂલ અને ડ્રોપ આઊટ
બાળકોના ઉછેરના ધ્યેય સાથે, આર.ટી.ઈ ધારામા આવેલ પ્રકરણ-૨ મા ભાગ-૪ મા
ખાસ જોગવાઈ કરવામા આવેલ છે કે "૬ વર્ષની ઉમર સુધીના તમામ બાળક જેની નોધણી
શાળામા સ્વીકારેલ ના હોય અથવા તો કોઈ કારણસર સ્વીકારાયેલ ના હોય તેવા
તમામ બાળકો તે અથવા તેણી ને યોગ્ય વર્ગમા ભરતી કરવામા આવશે અને તેમને
પ્રાથમિક શિક્ષણ આપવામા આવશે. આને અનુલક્ષીને આગળ વધુમા કેહવામા આવે છે
કે "જે બાળક તેની ઉમર તથા યોગ્યતાને આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા
વિના જે તે વર્ગમા દાખલ કરવામા આવશે અને તેઓને ખાસ તાલીમ આપવામા આવશે. આ
ખાસ જોગવાઈ "ખાસ (સ્પેશિયલ)તાલીમ સુવિધા" ને આધાર આપે છે કે જે આઊટ ઓફ
સ્કૂલ બાળકો છે, કે જે વર્તમાન શિક્ષણ સામગ્રી તેની સંસ્થા અને શીખવાની
જરૂરિયાતો સાથે અનુરૂપ અભિગમના સંદર્ભમા ખાસ કરીને શીખવાની પદ્ધતિ અલગ
હોઈ શકે. આના નિરાકરણ માટે ખાસ તાલીમ સુવિધા દ્વારા તેમાં શીખનારા તમામ
બાળકોને બાકી બાળકોની સમકક્ષ લાવી શકાય. આગળ, અધિનિયમમા જણાવ્યું છે કે
પ્રાથમિક શિક્ષણ કેન્દ્ર કે શાળામા સ્વીકારાયેલ બાળકને ૧૪ વર્ષની ઉમર
સુધી મફત શિક્ષણ આપવાનું રહેશે.
SSA ગુજરાત વિભાગે બાળકો માટે ખાસ તાલીમ સામગ્રી જે ખાસ બાળક(OSC) ની ઉમર
સાથે તેનામા યોગ્ય નિપુણતા તથા વિકાસ થાય તેના માટે વિકસાવ્યું છે. તેની
સાથે આ તાલીમ બાળકોને યોગ્ય દિશા આપી શાળામા પ્રવેશ અપાવવાનું કામ પણ કરે
છે. શિક્ષકો (બાળમિત્ર)ની આ યોગ્ય ઉમર માટેની તાલીમ માટે નિમણુંક કરવામા
આવી છે.
SSA ગુજરાત વિભાગે વર્ષ ૨૦૧૦ના એપ્રિલ મહિનાથી આ ખાસ તાલીમ (સ્પેશિયલ
ટ્રેનિંગ) આપવાનું કામ શરુ કરી દીધેલ છે.
એસ.ટી.પી શું છે?
ખાસ તાલીમ (સ્પેશિયલ ટ્રેનિંગ) કાર્યક્રમએ આર.ટી.ઈની ધારા હેઠળ અને તેના
અમલીકરણ માટે તથા બાળકની ઉમરને અનુલક્ષીને યોગ્ય તાલીમ તથા તેને લગતા
યોગ્ય સામગ્રી જેને રાજ્ય સરકારની નજર હેઠળ ખાસ શિક્ષકોને તાલીમ આપીને
તૈયાર કરવામાં આવ્યા છે. આ તાલીમ શાળાના આંગણમા તથા બાળકોને યોગ્ય
વાતાવરણમા આપવામાં આવશે અને તેનું નિયમિત પણે અવલોકન તથા મૂલ્યાંકન પણ આ
તાલીમ હેઠળ કરવામા આવશે.
૬ થી ૮ વર્ષ ના તમામ આઊટ ઓફ સ્કૂલ બાળકોને આ તાલીમ હેઠળ આવરી લેવામા આવે
છે. જેને ( શાળામા દાખલ માટે તત્પર પ્રોગ્રામ) પણ કેહવાય છે.
આ કાર્યક્રમ મુખ્ય ૬ થી ૮ વર્ષની વય જૂથના શાળા બહાર ના બાળકો માટે ( જે
શાળામા દાખલ ના થયા હોય અથવા શાળા છોડી દેધેલ હોય) નિયમિત શાળામા હાજરી
આપવા માટે શાળાના પ્રવેશોત્સવ દરમ્યાન ત્રણ મહિનાની વિશેષ કોચિંગનું
આયોજન કરવામાં આવેલ છે જેથી આ નિયમના અમલીકરણમા બાળક શા અર્થે અભયાસ છોડે
છે જેના કારણો જેવા કે, એક ગામમા થી બીજા ગામની શાળામા જવાનું કારણ,
બીમારીનું કારણ તથા બીજા સામાજિક કે આર્થીક કારણને જાણી તેનું નિરાકરણ
લાવી શકાય.
આ કાર્યક્રમ હેઠળ બાળક ને શૈક્ષણિક શિક્ષણ ની સાથે આનંદદાયક શિક્ષણની
પદ્ધતિ દ્વારા શિક્ષણ ઓછામા ઓછા ૧૦ બાળકો અને વધુમા વધુ ૨૦ બાળકો દરેક
વર્ગ દીઠ રાખવામા આવશે. સ્કૂલ મેનેજમેન્ટ કમીટી દ્વારા સ્નાતક પાસ એવા
સ્થાનિક સ્ત્રી શિક્ષિકા લેવામા આવશે જેમની કામગીરી બાળકને ઘરે થી
લાવવાની તથા શાળાએ થી ઘરે મુકવાની અને બાળકોની કાળજી અને સંભાળ રાખવાની
રહેશે. આ શિક્ષિકા બાળમિત્ર તરીકે પણ કામ કરશે.
સમયપત્રક, માર્ગદર્શન, તાલીમ તથા યોગ્ય તાલીમ પુસ્તકને અનુસાર બાળકોને
યોગ્ય પોષણ આપવામા આવશે. જોકે આ કાર્યક્રમ વેકેશન સમય દરમિયાન યોજવામાં
આવશે જેથી તે પ્રશિક્ષિત EVs અને લેડી એસ્કોર્ટ્સ દ્વારા અરસપરસ અને
રસપ્રદ બને, આ કાર્યક્રમનું મોનીટરીંગ EVs દ્વારા કરવામાં આવશે અને
પ્રોજેક્ટ સભ્યો SMCથી SPO સુધીનો સ્ટાફ હશે.
હેતુ:-
• શાળા બહાર કે શાળા છોડી દીધેલ બાળકો માટે ખાસ તાલીમ યોજી તેમને યોગ્ય
શાળામા પ્રવેશ અપાવવો.
• જીવન કૌશલ્યને લગતું શિક્ષણ આપવું.
• શિક્ષણ તરવ રસ કેળવવા માટે હકારાત્મક અભિગમ અપનાવવો
• બાળકોમા આત્મવિશ્વાસ કેળવવા માટે સુનિયોજિત કાર્યક્રમો આયોજિત કરવા.
• ૧ થી ૮ ધોરણ સુધીના બાળકો નું મૂલ્યાંકન કરી યોગ્ય વર્ગમા મૂકી તેનું
નિરક્ષણ કરવું.
ટ્રેનીંગ ની જગ્યા
• ખાસ તાલીમ કેન્દ્રો શાળા દ્વારા શાળાની જગ્યા અથવા શાળાની નજીક ચલાવવામા આવશે
અધ્યાપન
શાળા સમય દરમ્યાન રોકાયેલા શિક્ષક દ્વારા બાળકોને શીખવવામા આવશે. મધ્યાહન
ભોજન દરેક બાળક ને પૂરું પાડવામા આવશે, ખાસ અભ્યાસ સામગ્રી વર્ગખંડ
વ્યવહાર માટે શિક્ષક દ્વારા ઉપયોગ કરવામાં આવશે, શિક્ષક સ્વયં શિક્ષણ
પ્રવૃત્તિ ખ્યાલ પર ભાર કરશે: પ્રવૃત્તિ, જેવી કે મેટ્રિક મેલા, એક્સપોઝર
મુલાકાત, શાળાના બાળકોને ખાસ પ્રવૃત્તિ સાથે કરવામાં આવશે, સ્વ અધ્યયન
અને સર્જનાત્મકતા વિકાસ માટે આયોજન કરવામાં આવશે.
મોસમી છાત્રાલય
અનેક જિલ્લાઓમાં ઘણા પરિવારો એક જિલ્લાથી અન્ય જિલ્લામા સ્થળાંતર કરે છે.
મોટેભાગે આદિવાસી જિલ્લામાંથી મોસમી છાત્રાલય માટે સ્થળાંતર SMCના
સમયગાળા દરમિયાન પોતાના ગામમાં સમાયેલ બાળકોને તેમના પોતાના ગામમાં
સ્થળાંતરના સમય દરમ્યાન મોસમી છાત્રાલય ચલાવવા શરૂ કરવામા આવશે. વાલી
સ્થળાંતર દરમ્યાન બાળકો છાત્રાલયમા રહીને શાળામા અભ્યાસ કરશે. સ્થળાંતર
થતા બાળકો/વાલીની નોધ સ્થળાંતર મોનીટરીંગ સોફ્ટવેર (એમએમએસ) દ્વારા
કરવામાં આવે છે.
લોકો વિવિધ પ્રવૃત્તિઓ કૃષિ કામ, સુગર ફેક્ટરી કામ, અને સિરામિક કામ,
મીઠું પકવવાના કામદારો, ઇંટ નિર્માણ વ્યાપાર, બાંધકામ જેવા કામમા
રોકાયેલા છે. મોસમી છાત્રાલય તે બાળકો માટે છે જેમના માતાપિતા તેમનું
પિતૃ ગામ છોડીને સ્થળાંતર કરે છે. ઓછામાં ઓછા સ્નાતક લાયકાત સાથે સ્થાનિક
વ્યક્તિ સંબંધિત ગામ SMC દ્વારા પસંદ થયેલ હશે.
Children In Seasonal Hostel Separate Room for Boys and Girls
તંબુ (ટેન્ટ) ખાસ તાલીમ
દર વર્ષે ઘણા બધા પરિવારો તેમના કામના અર્થે જેવાકે મકાન તથા માર્ગો
બનાવવાના કામ માટે તેઓએ એક રાજ્ય માથી બીજા રાજ્યમા ૬ થી ૮ મહિના માટે
રોજગારી મેળવવા ફરજીયાત પણે સ્થળાંતર કરવું પડે છે. તેમના બાળકોએ આ
કારણોસર અભ્યાસ છોડવો પડે છે. સ્થાનાંતરિત લોકો શહેરી વિસ્તારમાં જાય છે
અને તેવી જગ્યાની નજીક શાળાઓ હોતી નથી જેથી તેઓના બાળકને શિક્ષણ મળતું
નથી. આવી જગ્યાઓ ઉપર આ પ્રકારની ખાસ શાળા ખોલવામા આવે છે. નજીકના વિસ્તાર
માથી બાળમિત્રની પસંદગી SMC દ્વારા કરવામાં આવશે જેઓએ દિવસના ૪ થી ૫ કલાક
કામ કરવાનું રહશે તે સમય દરમ્યાન નજીકની શાળા માથી બાળકોને મધ્યાહ્ન ભોજન
આપવામા આવશે. સ્થળાંતર થતા પરિવાર અને બાળકોની નોધ સ્થળાંતર મોનીટરીંગ
સોફ્ટવેર (એમએમએસ) દ્વારા કરવામાં આવશે.
Migrant Families and children are traced out by Migration Monitoring
Software (MMS)
Children learning in Tent Special Training and in School At work side
( સૌજન્ય :એસ.એસ.એ.-ગુજરાત)
--
From:-
V.K.MEVADA
No comments:
Post a Comment