તા.૧૭/૧૨/૨૦૧૨ –ગુજરાત
વિધાનસભા (જનરલ) ઈલેક્શન-૨૦૧૨ સંદર્ભે ફરજ પર ઝારા , ઝુમારા જવાનું થયુ , આ ઐતિહાસિક વિસ્તારની લોકોના નામ પરથી ભવ્ય સાંસ્કૃતિક વિરાસત, ભારતીય વીરો પ્રત્યે
ગૌરવની તેમની પરંપરાગત ભાવનાના દર્શન થાય છે, એતિહાસિક મહત્વ ધરાવતા આ વિસ્તાર માં
ફરજ બજાવતા કર્મચારી ખાસ શિક્ષક બહેનો-ભાઈઓ ધન્યવાદને પાત્ર છે, આર્મીથી પણ કઠીન
ફરજ અહી શિક્ષકો બજાવી રહ્યા છે ,આ વિસ્તાર ના શિક્ષકોને ખરેખર કુલ બેજીક પગાર ના
૧૦ % એલાઉન્સ –સરહદી ભથું આપવું જોઈએ..અથવા સીધા પુરા પગારમાં અહી ભરતી કરવી જોઈએ..........ગુજરાત
કોઈ પણ સંવેદનશીલ મંત્રી કે નેતા આ વિસ્તારની મુલાકાત લેતો તેમને ખરેખર પરિસ્થિતિ
માલુમ પડે.....આ વિસ્તાર માં ગુજરાત સરકાર ના કોઈ મંત્રી કે દરેક પાર્ટીના મોટા
નેતા કે દેશ્ભકત સામાજિક કાર્યકર્તાએ અહી જવું જોઈએ. અહી એક રાત નિવાસ કરે તો ખરેખર ખ્યાલ આવે કે , અહી સેવા બજાવાતા કર્મચારીઓ તથા જનતા ને વધુ લાભો મળે એ સમય ની માંગ છે....
No comments:
Post a Comment