Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Sunday, January 12, 2014

તને ચકલી બોલાવે

તને ચકલી બોલાવે
તને ચકલી બોલાવે
તને પોપટ બોલાવે તને
બોલાવે કુતરું કાળું
ઓલી વાંકી પૂછડીવાળું
ઓલી વાંકી પૂછડીવાળું
નાના નાના ચાર ગલુડિયાં
આવે  છાના માના
એક   હતું   ધોળું
બીજું  હતું   કાળું
ત્રીજું   રંગે  લાલ
ને ચોથું ધાબાવાળું
તને ચકલી બોલાવે
તને પોપટ બોલાવે તને
બોલાવે કુતરું કાળું
ઓલી વાંકી પૂછડીવાળું
ઓલી વાંકી પૂછડીવાળું
દડબડ દડબડ દોડી આવે
ભૂલકાઓનું   ટોળું
એક   કહે આ મારુ
બીજો  કહે આ મારું
ત્રીજો  રમાડે રૂપાળું
ને  સૌને  હુ પંપાળું

તને ચકલી બોલાવે
તને પોપટ બોલાવે તને
બોલાવે કુતરું કાળું
ઓલી વાંકી પૂછડીવાળું
ઓલી વાંકી પૂછડીવાળું
 =====

No comments: