Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Sunday, January 12, 2014

સિંહની પરોણાગત

રીંછ  એકલું ફરવા  ચાલ્યું  હાથમાં લીધી સોટી
સામે  રાણા સિંહ મળ્યા  ને આફત આવી મોટી

ઝૂકી   ઝૂકી  ભરી  સલામો  બોલ્યું  મીઠાં  વેણ
મારે  ઘેર  પધારો  રાણા  રાખો   મારું   ક્હેણ

હાડ ચામડાં બહુ બહુ ચૂંથ્યાં ચાખોજી  મધ મીઠું
નોતરું  દેવા  ખોળું  તમને  આજે  મુખડું  દીઠું

રીંછ  જાય  છે  આગળ  એના  પગ ધબ ધબ
સિંહ  જાય  છે  પાછળ  એની  જીભ લબ લબ
ઘર    મારું  જમો સુખેથી મધની  લૂમેલૂમ
ખાવા   જાતાં   રાણાજીએ  પાડી   બૂમે  બૂમ

મધપુડાનું  વન  હતું    નહીં  માખીનો પાર
બટકું  પૂડો  ખાવા  જાતાં  વળગી   લારોલાર

આંખે   મોઢે   જીભે   હોઠે  ડંખ  ઘણેરા લાગ્યા
ખાધો બાપ રે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા

રીંછ એકલું ફરવા ચાલ્યું  હાથમાં  લીધી  સોટી
સામે રાણા  સિંહ મળ્યાતા આફત  ટાળી મોટી

No comments: