૩૧ ઓક્ટોમ્બર ,૧૮૭૫ - ૧૫ ડીસેમ્બર ,૧૯૫૦ , લોખંડી પુરુષ એવા સરદારની આજે ભારતીયને ખોટ સાલે છે, દેશના રજવાડાઓને એક કરીને તેમને જે કુનેહ, હિંમત અને દેશદાઝનો જે પરિચય આપ્યો તેનો જોટો ઇતિહાસમાં જડે એમ નથી , આજે કાશ્મીર પ્રશ્ન , માઓ સમસ્યા દેશમાં છે એવા વખતે સરદાર ની ખોટ આપણને જણાઈ રહી છે , આજે દરેક ભારતવાસી એ સંકલ્પ કરવો રહ્યો કે કોઈ પણ ભોગે કાશ્મીરની રક્ષા કરવામાં આવશે એજ સરદાર પ્રત્યેને યાદ કરવાની અને તેમ તેમના સ્વપ્નોના ભારત ને સાકાર કરવા પ્રત્યે નું એક કદમ હશે. દેશના તમામ રાજ્યો સાથે અનેક વિભિન્નતા ઓ છતાં તેમને જે રીતે રાજાઓને સમજાવ્યા તે બાબત ની નોધ ઇતિહાસે લીધી છે, આઝાદ ભારતમાં આજે જ્યારે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે તેમના જન્મ દિવસ ને આપણા જીવનનો એક સંકલ્પ દિવસ બનાવીએ કે ભારત ને ભયમુક્ત, ભષ્ટ્રાચાર મુક્ત, શાંત અને સમૃદ્ધ દેશ બનાવીશું એજ અભ્યર્થના સહ સરદાર પટેલ ને કોટી-કોટી વંદન.
No comments:
Post a Comment