Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Sunday, October 24, 2010

શિક્ષણ સુધારણા માટે જરૂરી




ગુજરાતમાં શિક્ષણની સુધારણા માટે આયોજન પૂર્વકના સક્રિય પ્રયત્નો કરવા જોઈએ એ સમયની માગ છે , પ્રાથમીક હાઇસ્કૂલ કોલેજ કક્ષા એ શિક્ષકોની નિમણુંક અને ભરતીમાં આમૂલ પરિવર્તનો કરવા જોઈએ. ત્રણે જગ્યાઓ માટે એક ચોક્કસ નીતિ નક્કી કરવી જોઈએ.
>ભરતી માટે આ મુજબના નિયમો બનાવી શકાય.
  • પ્રાથમિક શિક્ષક મેરીટ નવી ફોર્મ્યુલા F:1     
ક્રમ
વિગત
મળેલ કુલ ટકાના ટકા
નોધ
પી.ટી.સી/બી.એડ
૬૦ %

એન્ટ્રસ ટેસ્ટ(લેખિત)
૧૫ %

ઓનલાઈન ટેસ્ટ
૧૫ %

અનુસ્નાતક
૫ ગુણ

પી.એચ.ડી.
૫ ગુણ

   
  • હાઇસ્કૂલ માટે નવી ફોર્મ્યુંલા F2
ક્રમ
વિગત
મળેલ કુલ ટકાના ટકા
નોધ
પી.ટી.સી.+એમ.એ./એમ.એ.સી.
અથવા
બી.એડ.
૬૦ %

એન્ટ્રસ ટેસ્ટ(લેખિત)
૧૫ %


ઓનલાઈન ટેસ્ટ
૧૫ %


એમ.એડ.
૫ ગુણ


પી.એચ.ડી.
૫ ગુણ


પ્રાથમિક શિક્ષક તેમજ માધ્યમિક શિક્ષક માટે.....
>પી.ટી.સી. તથા બી.એડ. બંનેના બદલે એકજ અભ્યાસક્રમ શરુ કરી શકાય જેમકે ;
-         (૧) બી.એ.(એજ્યુકેશન) (ધોરણ ૧૨ પછી ત્રણ વરસ)
અથવા
-         પી.ટી.સી. મોજુદા + એક વર્ષ બી.એ. એજ્યુકેશન = પ્રાથમિક/માધ્યમિક શિક્ષક ની લાયકાત
-         (૨) બી.એસ.સી. (એજ્યુકેશન) ( ધોરણ બાર પછી ત્રણ વરસ)

કોલેજ માટે હાલે જે નિયમો છે તેમાંથી મહાન પ્રતિભાઓ બાકાત રહી જાય છે... માટે તેમાં ચરણ બદ્ધ ફેરફારો કરવા જોઈએ....

  • ચાલુ નોકરી કરતા કર્મચારીઓને બઢતીની વિશેષ તકો આપવી
  • જેમકે, પ્રાથમિક માં પાંચ વર્ષ પૂર્ણ કર્યા પછી તે હાઈસ્કુલ/કોલેજમાં લેકચરર માં જાય તો તેને પુરા પગારમાં સમાવવો
  • પ્રાથમિકમાં પુરા પગાર બાદ હાઇસ્કુલ/કોલેજમાં માં જાય તો તનાં નોકરી ના વર્ષ ગણવા.
આમ, ઉપરોક્ત ઉપાયો વિષે વિશેષ ચિંતન નક્કર ઉપાયો જરૂરી છે.
કેટલાક ધરખમ ફેરફારો પણ કરી શકાય.
શું કરવું જરૂરી ?
>દરેક પ્રાથમિક/માધ્યમિક શાળામાં રહેલ શિક્ષકો માંથી ટેલેન્ટ શોધવું જોઈએ...
>> પ્રવેશ પરિક્ષા પદ્ધતિ :
>IAS/IPS/IFS પ્રકારે એક જનરલ ટેસ્ટ લેવી જોઈએ. 
>કોમન એજયુકેશન ટેસ્ટ (CET)- રાજ્ય કક્ષાની જનરલ પરિક્ષા લેવી જોઈએ..
>પરિક્ષાનુ નામ : રાજ્ય શિક્ષણ સેવા /ગુજરાત શિક્ષણ સેવા (SES/GES)
>રાષ્ટ્રીય કક્ષાએ નામ : ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ(IES)
>જેમાં બેસવા માટેની લાયકાત સ્નાતક+પીટીસી/બી.એડ. નક્કી કરવી જોઈએ...
>પરિક્ષામાં પાસ થાય તેને કેટેગરી (પી.ટી.સી./બી.એડ.) અનુસાર તાલીમ અપાય.  
>તાલીમ પૂર્ણ થયે જ્યાં પણ શિક્ષકની જગ્યા ખાલી હોય ત્યાં તરત નિમણુંક આપવી. >પુરા પગારમાં નિમણુંક આપવી જોઈએ.
              શિક્ષણ તંત્રમાં આમૂલ પરિવર્તનની આવશ્યકતા છે, તે માટે ઉપાયો શોધાવા શિક્ષકો, કેળવણીકારો, સાહિત્યકારો, લેખકો, પ્રબુદ્ધ નાગરિકો વગેરે દરેક તબક્કાના લોકો ચિંતન કરે સરકાર કક્ષાએ ઈચ્છા શક્તિ હોવી પણ એટલીજ આવશ્યક છે ... પ્રતિભા માટે ચોક્કસ સ્કોપ મળે એ જરૂરી છે.
====================================================== 


No comments: