૧૯મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સે બે ગોલ્ડમેડલ સહિત કુલ ૧૨ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. દિલ્હી ગેમ્સ પહેલાં ભારતે ગઇ ૧૮મી કોમનવેલ્થમાં એક ગોલ્ડ સહિત નવ મેડલ્સ જીત્યા હતા. એથ્લેટિકસમાં ભારતીય મહિલાઓએ ડસ્કિસ થ્રો અને ચાર બાય ૪૦૦ મીટર રિલેમાં ગોલ્ડન પ્રદર્શન કર્યું હતું.
ડિસ્કસ થ્રોમાં ક્રિષ્ના પૂનિયા, હરવંતકૌર અને સીમા એન્ટિલે અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીતીને આ સ્પર્ધામાં કલીન સ્વિપ કરી હતી. મનજિતકૌર, સાઇની જોશ, અશ્વિની ચિરાનંદા અને મનદીપકૌરની ટીમે ચાર બાય ૪૦૦ મીટર રિલેમાં પ્રથમ ક્રમાંકે રહીને એથ્લેટિકસમાં બીજો ગોલ્ડ અપાવ્યો હતો. ભારતને અગાઉ કોમનવેલ્થ ગેમ્સમાં મિલ્ખાસિંઘે ૧૯૫૮માં સૌથી પહેલો ગોલ્ડમેડલ અપાવ્યો હતો.
મિલ્ખાસિંઘે કોમનવેલ્થ ગેમ્સ પહેલાં ભવિષ્યવાણી કરી હતી કે ઘરઆંગણાની ગેમ્સમાં એક પણ ભારતીય મેડલ જીતી શકશે નહીં પરંતુ ભારતીય એથ્લેટે મિલ્ખાની અટકળને ખોટી સાબિત કરીને ટ્રેક એન્ડ ફિલ્ડમાં નવો ઈતિહાસ રચ્યો હતો. દિલ્હી ગેમ્સની એથ્લેટિકસ ઇવેન્ટમાં દેશ માટે પ્રથમ મેડલ કવિતા રાઉતે દસ હજાર મીટર દોડમાં બ્રોન્ઝમેડલ જીત્યો હતો. ત્યારબાદ હરવિન્દરસિંઘે મેન્સ ૨૦ કિલોમીટર પેડલ વોક ઇવેન્ટમાં વધુ એક બ્રોન્ઝ જીત્યો હતો.
અમેરિકામાં રહેનાર ભારતના વિકાસ ગૌડાએ મેન્સ ડસ્કિસ થ્રો અને પ્રજુષા મલઇકલે મહિલાઓની લોંગ જમ્પ ઇવેન્ટમાં સિલ્વર મેળવ્યો હતો. ગીતા સત્તી, શ્રાવણી નંદા, પીકે પ્રિયા અને જયોતિ મંજુનાથની ટીમે ચાર બાય ૧૦૦ મીટર રિલેમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. મહિલા એથ્લેટ્સ તરફથી પ્રેરણા મેળવીને રહમતુલ્લાહ મૌલા, સુરેશ, શમીર મૌન અને મોહમ્મદ અબ્દુલ કુરેશી ટીમે ચાર બાય ૧૦૦ મીટર રિલેમાં બ્રોન્ઝમેડલ મેળવ્યો હતો. કાથીનાથ નાયકે જવેલિન થ્રો અને રંજિત માહેશ્વરીએ ટ્રિપલ જમ્પમાં દેશને બ્રોન્ઝ અપાવ્યો હતો ( સૌજન્ય : દિવ્યભાસ્કર)
No comments:
Post a Comment